અદ્ભુત છે જાદુની ઝપ્પી,  નકારાત્મકતાને લાંબા સમય સુધી દૂર કરે છે : અભ્યાસ - Sandesh
  • Home
  • World
  • અદ્ભુત છે જાદુની ઝપ્પી,  નકારાત્મકતાને લાંબા સમય સુધી દૂર કરે છે : અભ્યાસ

અદ્ભુત છે જાદુની ઝપ્પી,  નકારાત્મકતાને લાંબા સમય સુધી દૂર કરે છે : અભ્યાસ

 | 1:14 am IST

ખરેખર તો દલીલ બાદ કોઈને જાદુની ઝપ્પી આપો તો તમને સારું લાગશે એવું એક તાજા અભ્યાસમાં જણાયું છે.સંશોધકોએ એવું તારણ કાઢયું છે કે લડાઈ કે બોલાચાલી બાદ તમે કોઈની સાથે હસ્તધનૂન કરો તો તમારો મૂડ બદલાઈ જાય છે અને તેની અસર બીજા દિવસ સુધી રહે છે.   ૪૦૦ લોકો ઉપર અભ્યાસ કરી કાર્ગેની મેલોન યુનિવર્સિટીની ટીમે શોધી કાઢયું કે તમે જેની સાથે ઝઘડો છો, તેને જ ભેટવાથી તમારી નકારાત્મક લાગણી કલાકોમાં જ ગાયબ થઈ જાય છે અને તે દિવસો સુધી રહેતી નથી !તેઓ એમ માને છે કે માનવ સ્પર્શમાં જે આકર્ષણ છે, તે ચેતા તંત્રને શાંત કરવાની અસર રાખે છે, એવા અભ્યાસને આ નવું સંશોધન ટેકો આપે છે. કોર્નેગી મેલોન યુનિવર્સિટીના ડો. માઇકલ મરફી કહે છે કે પુખ્ત સામાજિક સબંધોના અભ્યાસમાં જાતીય ભેદભાવ વિના એકબીજાને ભેટવું એ મહત્ત્વનો મુદ્દો હતો.

તેમણે એકબીજા સાથેના સ્પર્શ અંગે જણાવ્યું હતું કે એકબીજાને ગળે લગાવવું કે હાથ મિલાવવા જેવી સ્પર્શ કરતી વર્તણૂક આકર્ષણ કે આકર્ષણના સંકેત આપવાનું કામ કરે છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે જે વ્યક્તિઓ વારંવાર એકબીજાને સ્પર્શ કરે છે, તેઓ શારીરિક, સાયકોલોજિકલ અને સબંધના આરોગ્યનો આનંદ માણી શકે છે.

તમે જેને ચાહતા હો તેની સાથેની બોલાચાલી સાયકોલોજિકલ અને ફિઝિયોલોજિકલ એમ બંને રીતે અસર કરતી હોય છે. દલીલબાજીથી વારંવાર કે ગંભીર તણાવ પેદા થાય તેને કારણે ચિંતા, એકલતા અને ડિપ્રેશન જેવી લાગણી પેદા કરવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. જો એ ગંભીર હોય તો કેટલાકને માનસિક બીમારી કે આત્મહત્યા ભણી પણ દોરી જાય છે.   ડો. મરફી સમજાવે છે કે આ ગંભીર બાબતો સામે સ્પર્શ એ એક ઢાલનું કામ કરે છે. સ્પર્શ થકી તમે હકારાત્મક સંકેતો મોકલો છો. ઉપરાંત સ્પર્શથી સલામતી, સંતોષ અને સંઘર્ષનો સરળ ઉકેલનું વળગણ વધારે છે.

જો કે આ પહેલાં થયેલા અભ્યાસમાં સ્પર્શનો રોમેન્ટિક સબંધમાં રહેલી ભૂમિકાનો જ અભ્યાસ કરાયો હતો.

અભ્યાસ કઈ રીતે થયો ?

સંશોધકોએ સતત ૧૪ દિવસ સુધી ૪૦૪ જેટલા પુખ્ત વયના સ્ત્રી – પુરુષોનો દરેક રાત્રિએ ઇન્ટરવ્યૂ લીધો હતો. એ ઇન્ટરવ્યૂમાં તેઓ દલીલબાજી અને તેના ઉકેલ અને એ પછી તેમને કેવી લાગણી થાય છે એ અંગે જાણતા હતા.  જેઓ એક બીજાને ભેટતા હતા કે હાશ મિલાવતા હતા, તેમને વધુ પ્રશ્નો પૂછીને તેઓ સામાન્ય રીતે કેટલી વખત ભેટો છો, લડાઈ કર્યા બાદ કેટલી વખત ભેટો છો અને તેમને એ બાદ કેવી લાગણી થાય છે, એ અંગે સંશોધકોએ નોંધ કરી હતી.  આ અભ્યાસ હેઠળ કરાયેલી પ્રશ્નોત્તરની જવાબ મેળવી લીધા બાદ તેના વિશ્લેષણથી તમારા મૂડ અને ગળે મળવાની ક્રિયા વચ્ચે સીધો સબંધ જોવા મળ્યો હતો.