વ્હોટ્સએપથી ચૂકવણીની શરૂઆત કરશે એક્સિસ બેન્ક - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વ્હોટ્સએપથી ચૂકવણીની શરૂઆત કરશે એક્સિસ બેન્ક

વ્હોટ્સએપથી ચૂકવણીની શરૂઆત કરશે એક્સિસ બેન્ક

 | 12:18 pm IST

ખાનગી ક્ષેત્રનાં ત્રીજી સૌથી મોટી બેન્ક એક્સિસ બેન્કે કહ્યું છે કે, તે ખુબ જ જલ્દી વોટ્ટસએપનાં માધ્યમથી ચૂકવણીની પ્રક્રિયા શરૂ કરી દેશે. બેંકે યુનિફાયડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઇ) ને એક મોટી તક તરીકે ગણાવ્યું છે. બેન્કનાં કાર્યકારી નિર્દશન (રિટેલ બેન્કિંગ) રાજવી આનંદે કહ્યું,”અમે ઇનોવેશનના મામલામાં બજારમાં અગ્રણી છીએ અને અમારું માનવું છે કે યૂપીઆઇનું એક મોટો અવસર છે. અમે અમારા ઉપભોક્તાઓ માટે અલગ પરિસ્થિતિ તૈયાર કરવા પર કામ કરી રહ્યા છીએ.”

તેમણે વધુમાં કહ્યું કે,”અમે ઉપભાક્તાઓ માટે ચૂકવણી સંબંધી એક માહોલ તૈયાર કરવાને લઇ ગૂગલ, વોટ્ટસએપ, ઉબેર, ઓલા અને સેમસંગ પે જેવી કંપનીઓ સાથે કામ કરી રહ્યા છીએ.”

આ સુવિધાની શરૂઆત અંગે પૂંછતા આનંદે જણાવ્યું કે, આ સેવા ગૂગલ પર પહેલાથી જ ઉપલબ્ધ છે અને ખુબ જ જલ્દી આ સુવિધા વોટ્ટસએપ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે,”વોટ્ટસએપ હાલમાં બીટા સંસ્કરણ પર ચાલી રહી છે. અમારૂ અનુમાન છે કે સંપૂર્ણ સંસ્કરણ આવનારા એક-બે મહિનામાં સામે આવી જશે.”