Ayesha Siddiqa a Pakistani Scholar say Pak in war Position with India
  • Home
  • Featured
  • ભારતને યુદ્ધ માટે ઉશ્કેરતા પાક.ને તેની જ મહિલા સ્કોલરે દેખાડ્યો અરીસો, કહી દીધી આ મોટી વાત

ભારતને યુદ્ધ માટે ઉશ્કેરતા પાક.ને તેની જ મહિલા સ્કોલરે દેખાડ્યો અરીસો, કહી દીધી આ મોટી વાત

 | 10:12 pm IST

જ્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને કલમ-35એ નાબૂદ કરવામાં આવી છે ત્યારથી પાડોશી દેશ પાકિસ્તાન બેચેન છે અને સરહદ પર સતત નાપાક હરકત કરી રહ્યું છે. ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ પાકિસ્તાન દુષ્પ્રચાર કરી રહ્યું છે. સાથે ભારતને યુદ્ધ માટે લલકારી રહ્યું છે.

જોકે આ દરમિયાન પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિની પોલ તેના જ દેશની એક મહિલા સ્કોલરે ઉઘાડી પાડી છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાની સ્કોલર, લેખિકા અને સંરક્ષણ બાબતોની નિષ્ણાત આયેશા સિદ્દીકાએ પાકિસ્તાન અને તેની સેનાને અરીસો દેખાડતા કાશ્મીરને ભૂલી જવાની શિખામણ આપી છે.


રિપોર્ટ પ્રમાણે સિદ્દિકાએ કહ્યું કે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન અને તેની સેના ભારત સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. તેને કહ્યું કે હાલ પાકિસ્તાનમાં આર્થિક મંદી અને સતત વધતી મોંઘવારીએ દેશની પ્રજા સામે પહાડ જેવી મુશ્કેલીઓ ઉભી કરી છે. આવી પરિસ્થિતિઓમાં ભારત સાથે યુદ્ધ કરવું પાકિસ્તાન અને તેની સેના માટે યોગ્ય નથી.

વધુ ઉમેરતા આયેશાએ કહ્યું કે,‘જ્યારે મેં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં મારા એક મિત્રને પૂછ્યું હતું કે સેના યુદ્ધ કેમ નથી કરી રહી. ત્યારે મારા મિત્રે જવાબ આપ્યો કે પાકિસ્તાનની સેના હારી જશે. જોકે હવે સામાન્ય પ્રજા પણ સમજી ગઈ છે કે ભારત સામે યુદ્ધ લડવાનો આ યોગ્ય સમય નથી. ઉપરાંત તેને જણાવ્યું કે આ પહેલીવાર છે કે જ્યારે પાકિસ્તાનની પ્રજા ને પણ લાગી રહ્યું છે કે યુદ્ધ શક્ય નથી. ઉલ્લેખનીય છે કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાને વૈશ્વિક સ્તરે દરેક જગ્યાએથી મોટો ઝાટકો લાગ્યો છે અને નિરાશા મળી છે. યુએને પણ સાફ શબ્દોમાં આને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે.

આ વીડિયો પણ જુઓ: ચાલુ સીઝનમાં રોગચાળાથી 7 લોકોના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન