Ayman al-Zawahiri Dead In Afghanistan Due To Asthma
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ના હત્યા કે ના કોરોના, આ રીતે તરફડીને મર્યો આતંકવાદી સંગઠન અલકાયદાનો ચીફ અલ જવાહિરી

ના હત્યા કે ના કોરોના, આ રીતે તરફડીને મર્યો આતંકવાદી સંગઠન અલકાયદાનો ચીફ અલ જવાહિરી

 | 6:19 pm IST
  • Share

દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન અલકાયદા (Al-Qaeda)ના ચીફ અયમાન-અલ-જવાહિરી (Ayman al-Zawahiri)નું અફઘાનિસ્તાન (Afghanistan)માં મોત થઈ ગયું છે. એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ વાત જણાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું છે. જવાહિરી છેલ્લે 9/11ના હુમલાની વર્ષગાંઠ પર જાહેર કરવામાં આવેલા એક વિડીયોમાં જોવા મળ્યો હતો. જોકે અરબ ન્યૂઝે જવાહિરીના મોતની પુષ્ટિ નથી કરી.

જવાહિરીનું ગત અઠવાડિયે મોત થયું!

અરબ ન્યૂઝે અલકાયદાના એક ટ્રાન્સલેટરને ટાંકીને દાવો કર્યો છે કે જવાહિરીનું ગત અઠવાડિયે મોત થયું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે જવાહિરીનું અસ્થમા (Asthma)થી મોત થઈ ગયું છે, કેમકે તેને સારવાર ના મળી શકી. રિપોર્ટમાં પાકિસ્તાનના એક સુરક્ષા અધિકારીને ટાંકીને પણ આ દાવો કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું છે કે તેમનું માનવું છે કે હવે જવાહિરી જીવતો નથી.

કેટલાક જ લોકો તેના જનાજામાં સામેલ થયા હતા

આ ઉપરાંત અલકાયાદાના નજીકના સૂત્રોના પ્રમાણે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ મહિને જવાહિરીનું મોત થઈ ગયું છે અને કેટલાક જ લોકો તેના જનાજામાં સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી અને અફઘાનિસ્તાનમાં તેનું મોત થઈ ગયું. અરબ ન્યૂઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સુરક્ષા સૂત્રોના હવાલેથી જવાહિરીના મરવાનો દાવો કર્યો છે.

સંગઠનમાં નેતૃત્વને લઇને ઝઘડો થઈ શકે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો જવાહિરીનું મોત થાય છે તો સંગઠનમાં નેતૃત્વને લઇને ઝઘડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓસામા બિન લાદેનના દીકરા હજ્મા બિન લાદેન અને અલકાયદાના શક્તિશાળી નેતા અબુ મોહમ્મદ અલ મસરીનું મોત થઈ ચુક્યું છે.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં શાકભાજી યાર્ડમાં ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન