Ayodhya Case : Justice Abdul Nazeer And His Family Gets Z Security
  • Home
  • Featured
  • અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આપનારા જસ્ટિસ નઝીરને અપાઈ ઝેડ કેટેગરીની સુરક્ષા

અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આપનારા જસ્ટિસ નઝીરને અપાઈ ઝેડ કેટેગરીની સુરક્ષા

 | 9:44 pm IST

અયોધ્યા કેસ પર નિર્ણય સંભળાવનારી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારનજનોને ઝેડ કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. અતિવાદી આતંકી સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા તરફથી જસ્ટિસ નઝીરના જીવને જોખમ હોવાની આશંકાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

ગૃહમંત્રાલય તરફથી સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિજનોને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારજનોને ઝેડ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર એજન્સીઓએ એફપીઆઇ અને અન્ય સંગઠનોથી તેમના જીવને જોખમ હોવાનું કહ્યું હતું. તેઓ અયોધ્યા મામલા પર ગઠિત પાંચ સદસ્યની બેન્ચના સભ્ય હતા. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને સુરક્ષા આપવાના નિર્દેશ આપ્યા છે. સરકારે આ પહેલા 9 નવેમ્બરના ચૂકાદો આવ્યા પહેલા CJI ગોગોઇને ઝેડ પ્લસ સુરક્ષા આપી હતી.

અધિકારીઓ પ્રમાણે સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ કર્ણાટક અને દેશના અન્ય વિસ્તારમાં એફપીઆઇ તરફથી વધી રહેલા ખતરાને જોઇને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરશે. જસ્ટિસ નઝીર જ્યારે બેંગલુરૂ, મેંગલુરૂ અથવા રાજ્યના કોઇ પણ વિસ્તારમાં સફર કરશે તો તેમને કર્ણાટક કોટામાંથી ઝેડ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ સુરક્ષા તેમના પરિવારજનોને પણ આપવામાં આવશે. ઝેડ શ્રેણીની સુરક્ષામાં અર્ધસૈનિક અને પોલીસના લગભગ 22 જવાન તૈનાત હોય છે.

ટ્રિપલ તલાક પર ગઠિત બેન્ચમાં પણ સામેલ હતા જસ્ટિસ નઝીર

સુપ્રીમ કોર્ટે ગત 9 નવેમ્બરે અયોધ્યા મામલામાં 2.77 એકરની વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે આદેશ આપ્યો હતો અને સરકારને મસ્જિદ માટે અલગથી 5 એકર જમીન ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું. અયોધ્યા મામલા સિવાય જસ્ટિસ નઝીર ટ્રિપલ તલાક પર ગઠિત પાંચ સદસ્યની પીઠમાં પણ સભ્ય હતા. જસ્ટિસ નઝીર 17 ફેબ્રુઆરી 2017ના સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન