Ayodhya Case Verdict : CJI Ranjan Gogoi Hosting Dinner for the Judges
  • Home
  • Ayodhya Verdict
  • અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આપનારા સાથી જજોને CJI ગોગોઈ આપશે ‘5 સ્ટાર પાર્ટી’

અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આપનારા સાથી જજોને CJI ગોગોઈ આપશે ‘5 સ્ટાર પાર્ટી’

 | 4:12 pm IST

સાત દાયકાથી ચાલી આવી રહેલા અયોધ્યા કેસનો 40 દિવસ સુધી રોજીંદી સુનાવણી હાથ ધરી સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેંચે આજે ચુકાદો આપી દીધો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેંચે નિર્ણય સંભળાવતા વિવાદીત સ્થળને રામ મંદિરના હવાલે કરી દીધું છે. સાથ જ મીડિયા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પોતાની બેંચના આ સાથે જજોને ડિનર પાર્ટી આપશે.

ભારતીય ન્યાયપાલિકાના ઈતિહાસમાં સૌથી જુના કેસમાં નિર્ણય સંભળાવ્યા બાદ મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈ પાર્ટના સાથી જજોને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર પાર્ટી માટે લઈ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પાંચ જજોની પીઠમાં ચીફ જસ્ટિસ ઉપરાંત ન્યાયમૂરતિ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર શામેલ હતાં. આ તમામ જજોએ સામુહિક રૂપે અયોધ્યા કેસનો ચુકાદો આપ્યો હતો. નિર્ણય અંતર્ગત સુપ્રીમ કોર્ટે સરકારને ત્રણ મહિનાની અંદર અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટ બનાવવા કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે મુસ્લીમ પક્ષકારો માટે મસ્જિદ બનાવવા 5 કરોડ એકર જમીન પણ અયોધ્યામાં જ ફાળવવા આદેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન