અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો ભારત પણ સીરિયા બની જશે : શ્રી શ્રી રવિશંકર - Sandesh
  • Home
  • India
  • અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો ભારત પણ સીરિયા બની જશે : શ્રી શ્રી રવિશંકર

અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો ભારત પણ સીરિયા બની જશે : શ્રી શ્રી રવિશંકર

 | 4:21 am IST

નવી દિલ્હી : રામમંદિર વિવાદને અદાલતની બહાર અંદરોદરની મંત્રણાથી હલ કરવા માટે પ્રયાસ કરી રહેલા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, જો અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો દેશ સીરિયા જેવો થઈ જશે. શ્રી શ્રીએ સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં તમામ પક્ષોને અપીલ કરી હતી કે આ દેશના ભવિષ્યને જે લોકો સંઘર્ષને જ પોતાનું અસ્તિત્વ માને છે, એવા ગણ્યાગાંઠયા લોકોના હવાલે નહીં કરો.

અન્યત્ર મસ્જિદ ખસેડવા માટે વધુ એક સમર્થન

દિલ્હી લઘુમતી પંચના ચેરમેન ડો. જફરુલ ઇસ્લામ ખાને આ વિવાદના કોર્ટ બહાર સમાધાનના મૌલાના નદવીના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે અયોધ્યામાં મસ્જિદને વિવાદિત સ્થળથી દૂર લઈ જવાની વાતનું પણ સમર્થન કર્યું છે. ઇસ્લામિક ધર્મગુરુ ડો. જફરુલ ઇસ્લામ ખાને દાવો કર્યો છે કે મૌલાના નદવીનું નિવેદન યોગ્ય અને તાર્કિક છે. ડો. જફરુલ ઇસ્લામ ખાનનું એક લેખિત નિવેદન ન્યૂઝ ૧૮ ઉર્દૂ પર આવ્યું હતું. આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે હિંદુઓ અને મુસલમાનોએ બાબરી મસ્જિદના વિવાદને રાજકીયરૂપ આપીને મડાગાંઠ બનાવી દીધો છે. ઇજિપ્તના કાહિરા ખાતેથી ઇસ્લામનું શિક્ષણ મેળવનારા ડો.જફરુલ ઇસ્લામ ખાનનું કહેવું છે કે મુસ્લિમ નેતા અને રાજકારણીઓ ઘણી વખત જુસ્સામાં કહેતાં સંભળાય છે કે એક મસ્જિદ મસ્જિદ જ રહેશે, જો કે પવિત્ર કુરાન અને હદીસમાં ક્યાંય એવો કોઈ તર્ક અપાયો નથી.