RSSનાં વડા મોહન ભાગવતનાં રામ મંદિરનાં દાવા પર અસદુદ્દીન ઓવૈસી ભડક્યા - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • RSSનાં વડા મોહન ભાગવતનાં રામ મંદિરનાં દાવા પર અસદુદ્દીન ઓવૈસી ભડક્યા

RSSનાં વડા મોહન ભાગવતનાં રામ મંદિરનાં દાવા પર અસદુદ્દીન ઓવૈસી ભડક્યા

 | 9:22 pm IST

રામ જન્મભૂમિ પર જ રામમંદિર બનશે એવા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના દાવા અંગે એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભડકી જઇને પૂછયું હતું કે, મોહન ભાગવત કયા અધિકારથી મંદિર અયોધ્યામાં જ બનશે એવું કહે છે? શું તેઓ દેશના ચીફ જસ્ટિસ છે?

ઓવૈસીએ પૂછયું કે, કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં છે. શું મોહન ભાગવત ચીફ જસ્ટિસ છે ? તેઓ કોણ છે ? યાદ રહે કે વીતેલા દિવસો દરમિયાન કર્ણાટકના ઉડુપીમાં આયોજિત ધર્મસંસદ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે રામ જન્મભૂમિ પર ફક્ત રામમંદિર જ બનશે. ભાગવતે એમ પણ કહ્યું હતું કે, રામમંદિરની ઉપર એક ભગવા રંગની ધજા ટૂંક સમયમાં જ લહેરાતી થઇ જશે. તેમણે દાવો કર્યો હતો કે રામ જન્મભૂમિ સ્થળ ઉપર બીજી કોઇ ઇમારત બનાવી નહીં શકાય. યાદ રહે કે સુપ્રીમ કોર્ટમાં ૫ ડિસેમ્બરથી અયોધ્યા મામલે આખરી સુનાવણી થવાની છે. એ સંજોગોમાં મોહન ભાગવતના આ નિવેદન બાદ અલગ અલગ પ્રતિક્રિયા આવી છે. ઓવૈસીએ કહ્યું કે જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં છે, ત્યારે કયા આધારે મોહન ભાગવત અયોધ્યામાં ફક્ત રામમંદિર જ બનશે એવો દાવો કરે છે. રવિશંકરે પહેલ કરી પણ સમાધાન શોધાયું નથી!

જો કે હજુ સુધી બને પક્ષકારોની સહમતીથી કોઇ નક્કર ઉકેલ મળ્યો નથી. હાલમાં જ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે પણ કેટલીય વખત અયોધ્યા જઇને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો છે.