Ayodhya Verdict ; 4 Key Points On Which Sc Pronounced His Judgement On Ayodhya
  • Home
  • Ayodhya Verdict
  • સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ 4 દલિલોના કારણે મોકળો બન્યો રામ મંદિરનો માર્ગ

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ 4 દલિલોના કારણે મોકળો બન્યો રામ મંદિરનો માર્ગ

 | 3:45 pm IST

અયોધ્યામાં રાજકીય રૂપે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય પીઠે સર્વસમ્મતિથી એટલે કે 5-0થી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે પોતાના નિર્ણયમાં વિવાદીત સ્થળને રામલલાનું ગણાવ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સુન્ની વક્ફ બોર્ડને મસ્જીદ બનાવવા માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. નિર્ણય આપતી વખતે કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી દરમિયાન મુસ્લીમ પક્ષના વકીલ રાજીવ ધવન અને અન્ય વકીલો દ્વારા રજુ કરવામાં આવેલી દલિલો પર પણ સ્પષ્ટ મતેથી નિર્ણય સંભળાવવામાં આવ્યો. તો ભારતીય સર્વેક્ષણના રિપોર્ટને આધાર ગણી એમ પણ કહ્યું હ્તું કે, અયોધ્યામાં મસ્જિદ કોઈ ખાલી જગ્યા પર બની નહોતી. પરંતુ કેટલીક દલીલો એવી હતી કે જેણે રામ મંદિર બનવાનો માર્ગ મોકળો કર્યો હતો.

ખાલી જમીન પર નહોતી બની મસ્જિદ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ASIના ખોદકામથી હાથ લાગેલા પુરાવાને નજર અંદાજ કરીને જોઈ ના શકીએ. કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટનો નિર્ણય સંપૂર પારદર્શિતા સાથે થયો હતો. કોર્ટે કહ્યું હતું કે, બાબરી મસ્જીદનું નિર્માણ ખાલી જગ્યા પર થયુ હતુ, જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. કોર્ટે કહ્યું હતું કે મસ્જિદની નીચે એક વિશાળ સંરચના હતી. ASIએ 12મી સદીનું મંદિર જણાવ્યું હતું.કોર્ટે કહ્યું હતું કે, જે કલાકૃતિઓ મળી આવી હતી, તે ઈસ્લામિક નહોતી. વિવાદીત ઢાંચામાં જુની સંરચનાની ચીજવસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી હતી. જ્યારે મુસ્લીમ પક્ષની સતત દલીલ હતી કે, કોર્ટે એએસઆઈના અહેવાલ પર વિશ્વાસ ના કરવો જોઈએ. જોકે કોર્ટે કહ્યું હતું કે, જમીનની નીચેથી મળી આવેલી વિશાળ સંરચનાથી હિંદુઓના દાવાને ફગાવી ના શકાય.

રામના જન્મસ્થળને લઈને થઈ દલીલ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે, વિવાદ ભગવાનના જન્મસ્થળને લઈને છે કે આખરે જન્મસ્થળ છે ક્યાં? ધવને દલીલ આપી હતી કે, ધર્મ શાસ્ત્રને લઈને જાતે જ કોઈ પરિકલ્પના કરી શકાય નહીં, આ બાબત ખોટી છે. જન્મસ્થળની દલીલ વિશ્વાસ અને આસ્થા પર આધારિત છે અને જો આ દલિલને સ્વિકારી લેવામાં આવી તો તેની વ્યાપક અસર થશે.

અયોધ્યામાં રામના જન્મસ્થળના દાવાનો વિરોધ નથી : સુપ્રીમ કોર્ટ

કોર્ટે કહ્યું છે કે, ASIએ દર્શાવી શક્યું નથી કે અહીં મંદિર તોડીને જ મસ્જીદ બનાવવામાં આવી હતી. અયોધ્યામાં રામના જન્મસ્થળના દાવાનો કોઈએ વિરોધ કર્યો નથી. વિવાદીત સ્થળ પર હિંદુ પૂજા કરતા હતાં. આ સ્થળનું ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવ્યા બાદ પણ હિંદૂ દાવો ખોટો ઠર્યો નથી. હિંદુ મુખ્ય ગુંબજ ને જ રામનું જન્મસ્થળ માને છે. રામલલ્લાએ ઐતિહાસિક ગ્રંથોનું વિવરણ રજુ કર્યું હતું. હિંદુ પરિક્રમા પણ કરવામાં આવે છે. ચબુતરો, સીતા રસોઈ, ભંડારાને લઈને પણ દાવાનુ પુષ્ટિ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક સ્કંદ પૂરાણ, પદ્મ પુરાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મસ્જિદ ક્યારે બની તેનાથી કોઈ જ ફરક નહીં

શિયા વિરૂદ્ધ સુન્ની કેસમાં એક મતેથી નિર્ણય લેવામાં આવ્યો હતો. શિયા વક્ફ બોર્ડની અપીલ ફગાવી દેવામાં આવી. તેમણે કહ્યું હતું કે, મસ્જિદ ક્યારે બની તેનાથી કોઈ જ ફરક નથી પડતો. 22-23 ડિસેમ્બરે 1949ના રોજ મૂર્તિ રાખવામાં આવી હતી. એક વ્યક્તિની આસ્થા બીજાનો અધિકાર છીનવી ના શકે. નમાજ પઢવાના સ્થળને અમે મસ્જિદ માનવાનો ઈનકાર નથી કરતા. સાથે જ જજે એમ પણ કહ્યું હતું કે આ જમીન સરકારી છે.

આ વીડિયો પણ જુઓ : અયોધ્યા મામલે SCના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન