Ayodhya Verdict SC: Land dispute Ramjanmbhoomi, Nirmohi Akhara , Sunni Waqf Board
  • Home
  • Ayodhya Verdict
  • ના નિર્મોહી, ના સુન્ની વક્ફ બોર્ડ, ના રામજન્મભૂમિ ન્યાસ તો જાણો કોને મળી વિવાદાસ્પદ જમીન, હવે શું થશે?

ના નિર્મોહી, ના સુન્ની વક્ફ બોર્ડ, ના રામજન્મભૂમિ ન્યાસ તો જાણો કોને મળી વિવાદાસ્પદ જમીન, હવે શું થશે?

 | 3:12 pm IST

અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજોની સંવૈધાનિક બેન્ચે વિવાદાસ્પદ જમીન પર રામલલા વિરાજમાનનો હક માન્યો છે. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાદાસ્પદ જમીન પર રામલલાનો દાવો માન્ય છે. આ જમીન પર મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર જ ટ્રસ્ટના સભ્યોનું નામ નક્કી કરશે.

ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને રદ્દ કરી દીધો. તેની સાથે જ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ આપ્યો છે. વૈકલ્પિક જમીનને કેન્દ્ર અને યોગી સરકાર અયોધ્યામાં આપશે. રામ જન્મભૂમિ ન્યાસને પણ જમીનનો માલિકી હક આપ્યો નથી. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાદાસ્પદ જમીનના બહારના અને આંતરિક હિસ્સા પર રામલલાનો હક છે. તેના માટે એક ટ્રસ્ટની રચના કરી.

ટ્રસ્ટને સોંપાશે વિવાદાસ્પદ અને અધિગ્રહિત જમીન

સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટમાં સભ્યોને પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. ત્રણ મહિનામાં ટ્રસ્ટ બન્યા બાદ વિવાદાસ્પદ જમીન અને અધિગ્રહિત જમીનના બાકી હિસ્સાને સોંપાશે. ત્યારબાદ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે. નિર્મોહી અખાડાને ટ્રસ્ટમાં જગ્યા મળશે.

ન સરખો ભાગ મળ્યો અને ના તો ન્યાય – જિલાની

ચુકાદા બાદ સુન્ની વક્ફ બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમને ના તો બરાબરી મળી અને ના તો ન્યાય. ચુકાદા પર અસહમતિ વ્યકત કરવી અમારો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે પણ કયારેક-કયારેક ખોટી હોઇ શકે છે. કોર્ટે પહેલાં પણ પોતાના ચુકાદા પર પુનર્વિચાર કર્યો છે, જો અમારી વર્કિંગ કમિટી નિર્ણય લે છે તો અમે પણ રિવ્યુ પીટિશન દાખલ કરીશું.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમને સ્વીકાર

તો બીજીબાજુ મુસ્લિમ પક્ષના પૈરોકાર ઇકલાબ અંસારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ એ જે પણ કંઇ કહ્યું બરાબર કહ્યું. અમે પહેલેથી જ કહેતા રહ્યા છીએ કે કોર્ટ જે પણ ચુકાદો કરશે તેનો સ્વીકાર કરીશું. હવે સરકારે નિર્ણય કરવાનો છે કે તે અમને જમીન કયં આપે છે.

આ વીડિયો પણ જુઓ – AyodhyaVerdict : અયોધ્યા ચુકાદાની 45 મિનિટ જાણો 3 મિનિટમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન