Ayurveda, dental, physiotherapists will also have to work as a ventilator operator.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતમાં આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, હવેથી આયુર્વેદ, ડેન્ટલ, ફિઝિયોથેરપિસ્ટ તબીબોએ કરવું પડશે ફરજિયાત આ કામ

ગુજરાતમાં આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, હવેથી આયુર્વેદ, ડેન્ટલ, ફિઝિયોથેરપિસ્ટ તબીબોએ કરવું પડશે ફરજિયાત આ કામ

 | 7:45 am IST
  • Share

કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને આગામી ૧૦-૧૫ દિવસમાં સ્થિતિ વણસે એ પહેલાં આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં MBBS ઉપરાંત આયુર્વેદ, ડેન્ટલ અને ફિઝિયોથેરપીના ડોક્ટરોને વેન્ટિલેટર ઓપરેટિવની ટ્રેઇનિંગ આપવા નિર્ણય કર્યો છે.

આરોગ્ય અગ્રસચિવ ડો જંયતી રવિએ કહ્યું કે, કોવિડ-૧૯ માટે અમદાવાદમા ૧,૨૦૦, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે ૨૫૦ બેડ તેમજ તમામ જિલ્લાઓમાં ૧૦૦ બેડની હોસ્પિટલો ઊભી થઈ છે. સરકારી હોસ્પિટલોમાં ૧,૦૬૧ અને ખાનગી હોસ્પિટલમાં ૧,૭૦૦ વેન્ટિલેન્ટર ઉપલબ્ધ છે. તે પૈકી આવનાર સમયમાં ૧,૦૦૦ વેન્ટિલેટર કોવિડ-૧૯ હોસ્પિટલમાં રાખવા પડે તેવા અંદાજ સાથે તેના માટે એક શિફ્ટમાં ૩,૦૦૦ એમ કુલ ૯,૦૦૦ ઓપરેટરો તૈયાર કરવા નિર્ણય લેવાયો છે.

જેમાં સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજોના ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ્ને ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ એક દિવસની ટ્રેઇનિંગમા ૨,૩૬૭ ડોક્ટર્સ, ૧,૩૦૦ આયુષના તબીબો, ૨૬૦ ફિઝિયોથેરપિસ્ટ અને ૨૬૬ ડેન્ટલ સર્જન અને ૫,૦૦૦ સ્ટાફ નર્સને ટ્રેઇન કરાશે.

દેખીતી રીતે જ રાજ્યમાં કોરોના વાઈરસના ફેલાયેલા કેરને પહોંચીવળવા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની અપૂરતી સજ્જતા હોવાનું જણાઈ આવી રહ્યું છે. જ્યાં આ સ્ટાફ છે ત્યાં પૂરતા પ્રમાણમાં મેડિકલ ઈક્વિપમેન્ટનો અભાવ વર્તાય છે. આથી જ ખાનગીમાંથી સાધન મંગાવી પેરા-મેડિકલને તાલીમ આપવાની જરૂર પડી છે.

SVPને તત્કાળ ટેસ્ટ લેબ આપવા માગણી  

ગુજરાતમાં કોરોના પોઝિટિવના સૌથી વધુ દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. ભારત સરકારે બી.જે.મેડિકલ કોલેજ (સિવિલ)મા કોવિડ-૧૯ માટે ટેસ્ટ લેબ મંજૂર કરી છે પરંતુ અમદાવાદમાં સૌથી વધુ દર્દી વાડીલાલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી SVP હોસ્પિટલમાં છે. આથી, આ હોસ્પિટલમાં તત્કાળ ટેસ્ટિંગ લેબોરેટરી મંજૂર કરવા ભારત સરકારને માગણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન