આયુષ શર્માની ફિલ્મની જાહેરાત કરી સલમાને - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • આયુષ શર્માની ફિલ્મની જાહેરાત કરી સલમાને

આયુષ શર્માની ફિલ્મની જાહેરાત કરી સલમાને

 | 1:11 am IST

સલમાન તેની બહેન અર્પિતા ખાનના પતિ આયુષ શર્માની ફિલ્મ કરિયર શરૂ કરવાનો હતો, અલબત્ત આ વાત ખાસ્સા સમયથી સંભળાતી હતી, પરંતુ સલમાનની રાખી સિસ્ટર સાથે પુલકિત સમ્રાટના ડિવોર્સ બાદ સલમાનના મનમાં ભય હતો કે કદાચ આયુષ પણ સગી બહેન અર્પિતા સાથે આમ ન કરે તેથી સલમાન આયુષની કરિયર બાબતે મગનું નામ મરી નહોતો પાડતો.

જોકે અર્પિતા સલમાનને આ માટે અવારનવાર કહ્યાં કરતી, થોડા સમય પહેલાં તો એવા પણ સમાચાર આવ્યા હતા કે અર્પિતા આ કારણે જ તેના પ્રિય ભાઇજાનથી નારાજ છે, અને બહેન અર્પિતા ખાસ્સા સમયથી ભાઇ સાથે બોલતી નથી. પરંતુ બાદમાં થોડા સમય પછી સલમાને જાહેરાત કરી હતી કે પોતે અને કરણ મળીને બહેનોઇ આયુષને ફિલ્મમાં લોન્ચ કરશે.

આ જાહેરાત બાદ ફરી થોડા સમય માટે સલમાન તરફથી કોઇ સમાચાર નહોતા, પરંતુ હવે જેની રાહ અર્પિતા અને આયુષ ખાસ્સા સમયથી જોઇ રહ્યાં હતાં તે આવી ગયો છે. તાજેતરમાં જ સલમાને આયુષ શર્માની ડેબ્યુ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ ગુજરાતી પૃષ્ટભૂમિ પરથી બનાવવામાં આવશે, જેનું નામ લવરાત્રિ હશે. હવે જોવું રહ્યું કે સલમાનના સહારે કરિયરની શરૂઆત કરનાર આયુષ પોતાની જાતને કેટલી સાબિત કરી શકે છે.