ayushmann khurrana birthday special here some unknown facts
  • Home
  • Photo Gallery
  • PHOTOS: એવોર્ડો ઘણા મળ્યા, પરંતુ પત્નીને પૂછ્યા વગર હીરોઈનને કિસ કરી એમા કાંડ થઈ ગયો

PHOTOS: એવોર્ડો ઘણા મળ્યા, પરંતુ પત્નીને પૂછ્યા વગર હીરોઈનને કિસ કરી એમા કાંડ થઈ ગયો

 | 3:36 pm IST

17 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પગ રાખનાર આયુષ્યમાન ખુરાના આજે 14 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે ફિલ્મો પહેવા રેડિયો જોકી તરીકે કામ કરતો હતો. ફિલ્મી દુનિયામાં તેને પહેલો બ્રેક નિર્દેશન શુજિત સરકારે આપ્યો, 2012માં વિકી ડોનર નામની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. કેટલાય એવોર્ડોથી આ અભિનેતાને નવાજવામાં આવ્યો હતો.

આયુષ્મમાન વિશે બીજી વાત કરીએ તો તેણે પોતાની મિત્ર તાહિરા કશ્યપ સાથે 2011માં લગ્ન કર્યા. લગભગ બન્નેએ 11 વર્ષ ડેટ કર્યા હતા. જ્યારે તાહિરા 16 વર્ષની હતી ત્યારે કોલેજમાં બન્નેની મુલાકાત થઈ હતી. આજે તો તેને એક દીકરો અને એક દીકરી છે.

એક સમય એવો હતો કે જ્યાકે આયુષ્યમાન અને એની પત્ની વચ્ચે ફિલ્મોને લઈ અનબન થઈ હતી. તાહિરાની ઈચ્છા નહોતી કે આયુષ્યમાન ક્યારેય અભિનેત્રીને ઓનસ્ક્રીન કિસ કરે. એક ઈન્ટરવ્યૂમાં વિકીએ ખુલાસો કર્યો હતો કે પત્ની અને મારી વચ્ચે કિસ સીનને લઈ ખટાસ થઈ ગઈ હતી. પરંતુ હવે તો બધુ સારૂ છે. તો જુઓ આયુષ્યમાનના કેટલાક ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન