Ayushmann Khurrana Opens Up About His Casting Couch Experience
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડમાં પુરૂષો પણ સલામત નથી ! આયુષ્યમાનને થયો હતો કાસ્ટીંગ કાઉચનો આવો ખરાબ અનુભવ

બોલિવૂડમાં પુરૂષો પણ સલામત નથી ! આયુષ્યમાનને થયો હતો કાસ્ટીંગ કાઉચનો આવો ખરાબ અનુભવ

 | 5:17 pm IST

આયુષ્માન ખુરાના હાલમાં કોઈને કોઈ વાતથી સમાચારોમાં છવાયેલો રહે છે. તેનું કારણ તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ તો છે જ પરંતુ બીજું પણ એક કારણ છે. પરંતુ એ પહેલા વાત કરીએ તો લાગી રહ્યું છે કે 30 કરોડના બજેટમાં બનાવેલી ડ્રીમ ગર્લ જલ્દીથી 100 કરોડનો આંકડો પાર કરી લેશે. આયુષ્માન ખુરાના કોઈપણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના આજે આ મુકામે પહોંચી ગયો છે.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે રોડીઝથી પોતાનું કરિયર શરૂ કરનાર આયુષ્માન પણ એ સ્ટાર્સમાંનો જ એક છે કે જે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચુક્યા હોય. આયુષ્માને ખુદ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો બિન્દાસથી ઉલ્લેખ કર્યો હતો. આયુષ્માનએ એક ફેશન ડિઝાઇનરનાં ચેટ શોમાં કાસ્ટિંગ કાઉચ પર વાત કરતાં કહ્યું કે, એક વખત કાસ્ટિંગ ડિરેક્ટરે મને કહ્યું કે તારો પ્રાઇવેટ પાર્ટ જોવો છે.

આગળ વાત કરતાં આયુષ્માને વધુમાં કહ્યું કે આ સાંભળીને હું મોટે મોટેથી હસવા લાગ્યો. પછી મેં તેમને કહ્યું કે તમે શું વાત કરો છોર, શું તમે સિરિયસ છો? હું તરત જ ત્યાંથી નીકળી ગયો અને આખો દિવસ વિચારતો રહ્યો કે આવું કઈ રીતે બની શકે.

આ પહેલા આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપે પણ તેમના બંને જીવનના એક રહસ્યથી પડદો ઉઠાવ્યો હતો. તાહિરાએ કહ્યું હતું કે મને આયુષ્માનની સ્ક્રીન પર કિસ કરવાથી તકલીફ થાય છે. તાહિરાએ સ્વીકાર્યું કે જીવનમાં આવા ઘણા વળાંક આવ્યા હતા. જ્યારે હું સંબંધ સમાપ્ત કરવા માંગતી હતી. મેં ઘણી વાર હાથ ઉંચા કરી લીધા. પણ આયુષ્માને એવું ન કર્યું અને દર વખતે મને સમજાવીને સંબંધ ટકાવી રાખ્યો. અમે બંનેએ જીવનની ઘણી લડાઇઓ જીતી લીધી છે.

આ વીડિયો પણ જુઓ: ભારત સાથે પારંપરિક યુદ્ધ થશે તો અમે હારીશું : ઈમરાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન