Aayushmann khurrana Shares his Casting Couch Experience
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યો હતો આયુષ્યમાન, થઈ હતી આવી ગંદી માંગણી

કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યો હતો આયુષ્યમાન, થઈ હતી આવી ગંદી માંગણી

 | 2:27 pm IST

બોલીવુડ હોય કે હોલીવુડ કાસ્ટિંગ કાઉચ દુનિયાભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થાય છે તે એક હકીકત છે. આ પ્રકારની ઘટનાઓમાં ફક્ત છોકરીઓ જ નહીં છોકરાઓ પણ પ્રોડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સનાં શિકાર બને છે. આગામી ફિલ્મ ‘બધાઈ હો’નાં એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પોતાનો એક અનુભવ શેર કર્યો હતો. એક ચેટ શૉમાં આયુષ્યમાન ખુરાનાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

આયુષ્યમાને કહ્યું કે એક કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને કહ્યું હતુ કે તે તેનો પ્રાઇવેટ પાર્ટ જોવા ઇચ્છે છે. આયુષ્યમાન ત્યારબાદ હસવા લાગ્યો હતો. આયુષ્યમાને તેના રિએક્શનમાં કહ્યું હતુ કે, “શું વાત કરો છો યાર? તમે સીરિયસ છો? મે તેને ના કહી દીધી હતી.”

આયુષ્યમાન શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘અંધાધુન’માં જોવા મળશે. આ એક થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં આયુષ્યમાનની સાથે રાધિકા આપ્ટે જોવા મળશે. આ ફિલ્મ 19 ઑક્ટોબરનાં રોજ રીલીઝ થશે.