આયુષ્યમાને આ અભિનેત્રીની સેક્સ લાઇફ વિશે કહી દીધું આવું... - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આયુષ્યમાને આ અભિનેત્રીની સેક્સ લાઇફ વિશે કહી દીધું આવું…

આયુષ્યમાને આ અભિનેત્રીની સેક્સ લાઇફ વિશે કહી દીધું આવું…

 | 4:45 pm IST

નેહા ધૂપિયાનો ટીવી શૉ ‘Vogue BFFs’નાં નવા એપિસોડનો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ શૉનાં મહેમાન તરીકે આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડણેકર પહોંચ્યા હતા. શૉનો પ્રોમો મસ્તી અને મજાકથી ભરપુર છે. આ શૉમાં આયુષ્યમાન ખુરાના ભૂમિનાં વ્યક્તિગત જીવન વિશે ચોંકાવનારા ખુલાસા કરે છે. શૉની હૉસ્ટ નેહા બંને કલાકારોની સેક્સ લાઇફ વિશે પ્રશ્નો કરે છે. આયુષ્યમાન મજાકમાં કહે છે કે “સેક્સ વગર ભૂમિ એક કલાક પણ રહી નથી શકતી.”

ભૂમિ પેડણેકરે 2015માં ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ દ્વારા બોલિવુડ કરિઅરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં આયુષ્યમાન અને ભૂમિની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ સુપરહિટ ગઇ હતી અને ત્યારબાદ બંનેની દોસ્તી પણ વધારે ગાઢ બની હતી.

‘દમ લગા કે હઇશા’ ફિલ્મ પછી આયુષ્યમાન અને ભૂમિની જોડી ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’માં જોવા મળી હતી. આ સિવાય એવી અટકળો હતી કે ભૂમિ અને આયુષ્યમાન ફિલ્મમેકર અનુરાગ કશ્યપની ‘મનમર્જિયા’ ફિલ્મમાં જોવા મળશે, પરંતુ તેમની જગ્યાએ આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નુને લેવામાં આવ્યા છે.