azam-khan-fir-case-jayaprada-statement-rampur-uttar-pradesh
  • Home
  • Election 2019
  • જય પ્રદા પર નિવેદન આપી ફસાયા આઝમ ખાન, મેજિસ્ટ્રેટે નોંધ્યો કેસ, મહિલા આયોગે ફટકારી નોટિસ

જય પ્રદા પર નિવેદન આપી ફસાયા આઝમ ખાન, મેજિસ્ટ્રેટે નોંધ્યો કેસ, મહિલા આયોગે ફટકારી નોટિસ

 | 11:37 am IST

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આજમખાનના નિવેદન પર વિવાદ વધતો જાય છે. બીજેપી નેતા જય પ્રદાને લઇને તેમના દ્વારા કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી પરહવે કેસ દાખલ થઇ ગયો છે. આજમના નિવેદનને ધ્યાનમાં લેતા વિસ્તારના મેજિસ્ટ્રેટે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આજમ ખાનના નિવેદનની ચારેબાજુ નિંદા થઇ રહી છએ.

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન વારપલટવાર નિવેદનો સામે આવવા મોટી વાત નથી. તેના પહેલા પણ ઘણા નેતાઓના નિવેદનો ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. પરંતુ આજમ ખાને તમામ હદોને પાર કરીને જય પ્રદા વિરુદ્ધ નિવેદન આપ્યું છે, જે તેમની મુશ્કેલીઓ વધારી શકે છે.

આ કેસ સિવાય રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આજમ ખાનને નોટિસ મોકલી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને તેમના પર કાર્યવાહી કરવાની અપીલ કરશે. મહિલા આયોગની પ્રમુખ રેખા શર્માએ અખિલેશ યાદવે આ મુદ્દે મૌન સેવ્યું છે, તેના ઉપર પણ સવાલ ઉભા કર્યા છે.

સુષમા સ્વરાજે પણ લીધા આડે હાથ
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ જય પ્રદાના બચાવમાં ઉતરી છે. સુષમાએ સોમવારે સવારે ટ્વિટ કરીને મુલાયમ સિંહ યાદવને અપીલ કરી આઝમ ખાન પર એક્શન લેવાની અપીલ કરી છે. સુષમાએ ટ્વિટ કર્યું કે, મુલાયમ ભાઇ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઇ રહ્યું છે. તમે ભીષ્મની જેમ મૌન સેવવાની ભૂલ ના કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન