વધુ એક વખત હાસ્યાસ્પદ રીતે અઝહર અલી થયો આઉટ Video - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વધુ એક વખત હાસ્યાસ્પદ રીતે અઝહર અલી થયો આઉટ Video

વધુ એક વખત હાસ્યાસ્પદ રીતે અઝહર અલી થયો આઉટ Video

 | 12:13 pm IST
  • Share

ગત મહિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્રિકેટ ઇતિહાસના સૌથી હાસ્યાસ્પદ રીતે રન આઉટ થનાર પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી વધુ એક વખત નાટકીય રીતે રન આઉટ થયો છે. આવું તેની સાથે ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ દુબઇમાં રમાઇ રહેલ સિરીઝની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે થયુ. તેના રન આઉટ થવાની રતથી એવું લાગે છે કે, તેને પોતાની રમતના આ નબળા પક્ષને દૂર કરવા માટે કોઇ પ્રયાસ કર્યા નથી અને વારંવાર આ ભૂલ કરી રહ્યો છે.

આ રમૂજ ઘટના પાકિસ્તાનની બેટિંગની 71મી ઓવર દરમિયાન બની. તે સમયે અઝહર 81 રન પર રમી રહ્યો હતો અને સદી તરફ આગળ વધી રહ્યો હતો. બોલ કીવી બોલર આસિફ અઝાજ પટેલના હાથમાં હતી. તેનો બાલને તેને મિડ ઓફ તરફ ડ્રાઇવ કર્યો અને ઝડપથી રન લેવા માટે ગોડવા લાગ્યો.

રન માટે ભાગવા પહેલા બીજો છોર પર ઉભેલા પોતાના સાથી તરફ તેને જોયુ પણ નહી પરંતુ જ્યારે તે દોડીને અડધી પિચ પર પહોંચી ગયો અને સાથી ખેલાડીને રન લેવા માટે દોડતો જોયો નહી તો તેટલી જ ઝડપ સાથે તે પરત દોડવા લાગ્યો, પરંતુ જ્યાં સુધી તે ક્રીઝ પર પાર કરે કીવી વિકેટકીપરે શાનદાર ડાઇવ લગાવતા સ્ટમ્પ ઉડાવી નાંખ્યા. આમ અઝહર પોતાની આ હાસ્યાસ્પદ ભૂલના કારણે સદી ફટકારવાથી ચૂંકી ગયો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો