Azim Premji sells 7300 crore share in company buyback Program
  • Home
  • Business
  • પરોપકારની દુનિયામાં નંબર વન છે અઝીમ પ્રેમજી, ફરી કર્યું દિલ જીતી લે એવું કામ

પરોપકારની દુનિયામાં નંબર વન છે અઝીમ પ્રેમજી, ફરી કર્યું દિલ જીતી લે એવું કામ

 | 2:51 pm IST

દેશમાં પરોપકાર માટે સંપત્તિ દાન કરવાના મામલે અઝીમ પ્રેમજીથી આગળ કોઈ નહીં. એટલું જ નહીં આ મામલે અઝીમ પ્રેમજી એશિયામાં સૌથી આગળ અને આખી દુનિયામાં પાંચમાં નંબરે છે. ત્યારે હવે અઝીમ પ્રેમજી અને વિપ્રો લિમિટેડે આ મામલે વધુ એક સરાહનીય કામ કર્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ અઝીમ પ્રેમજી અને વિપ્રો લિમિટેડ ગ્રુપે દેશની ચોથી મોટી આઈટી સર્વિસીઝ કંપનીના બાયબેક પ્રોગ્રામમાં 7,300 કરોડથી વધુ શેર વેચ્યા છે. જેથી વાયદા મુજબ તેમની મોટાભાગે કમાણી પરોપકારના કામો પર ખર્ચ થઈ શકે. મીડિયા રિપોર્ટ મુજબ વિપ્રોએ બુધવારે જણાવ્યું કે કંપનીના સંસ્થાપક ચેરમેન અને તેમના નિયંત્રણ હેઠળની કંપનીઓ તાજેતરમાં બાયબેક પ્રોગ્રામમાં 22.46 કરોડ શેર વેચ્યા છે. આ કંપનીમાં 3.96 ટકાની ભાગેદારી છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા માર્ચ મહિનામાં અઝીમ પ્રેમજીએ વિપ્રોમાં 67 ટકા શેરથી થનારી બધી આવક પ્રેમજી ફાઉન્ડેશનને આપવાની જાહેરાત કરી હતી. તે સમય તેની વેલ્યુ 1,45,000 કરોડ એટલે 21 અબજ ડોલર નક્કિ કરવામાં આવી હતી. પ્રેમજી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે જે સરકાર સાથે મળીને કેટલાક રાજ્યોમાં પ્રાથમિક શિક્ષાની ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે કામ કરે છે. રિપોર્ટ પ્રમાણે પ્રેમજી પરિવાર અને તેમનાથી જોડાયેલ કંપનીઓ પાસે વિપ્રોના 73.83 ટકા શેર છે. શેર બાયબેક બાદ પ્રમોટર ગ્રુપની હોલ્ડિંગ કંપનીમાં વધીને 74.05 ટકા થઈ જશે.

આ વીડિયો પણ જુઓ: ભાજપના નેતા દ્ગારા અધિકારીઓને જગાડવાનો પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન