Baalveer Returns Actress Pavitra Punia is down with dengue
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ હોટ અભિનેત્રી ડેન્ગ્યુનાં ભરડામાં, છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ..!!

PHOTOS: આ હોટ અભિનેત્રી ડેન્ગ્યુનાં ભરડામાં, છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ..!!

 | 9:23 pm IST

ટીવીનો પ્રખ્યાત શો ‘બાલવીર રિટર્ન્સ’માં જોવા મળતી અભિનેત્રી પવિત્રા પૂન્યાને ડેન્ગ્યુ થયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પવિત્રાને ચાર દિવસથી ડેન્ગ્યુ થયો છે અને હોસ્પિટલમાં ભરતી કરાવી હાલમાં સારવાર ચાલી રહી છે. આમ પણ જ્યારથી ચોમાસું પુરુ થયું ત્યારથી ચારેકોર ડેન્ગ્યુનો જ માહોલ છે. પરંતુ હવે તો અભિનેત્રીઓ પણ તેમાંથી બાકાત નથી રહી.

આ પહેલા સમાચાર હતા કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કાર્તિકનો રોલ પ્લે કરી રહેલા મોહસિન ખાનને પણ ડેન્ગ્યુ થયો હતો. મળતી માહિતી પ્રમાણે પવિત્રાની સ્થિતિ અત્યારે સારી નથી. છેલ્લા ચાર-પાંચ દિવસથી હોસ્ટિપલમાં તેની સારવાર ચાલી રહી છે. તેને જલ્દીથી સારૂં થઈ જશે તેવી આશા છે. તો જુઓ આ અભિનેત્રીના કેટલાક ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન