baba ramdev adviced deepika padukone to hire a mentor like him
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકાના JNU જવા પર બાબા રામદેવનો હલ્લાબોલ, જ્ઞાન આપીને મારી દીધો જબરો ટોણો!

દીપિકાના JNU જવા પર બાબા રામદેવનો હલ્લાબોલ, જ્ઞાન આપીને મારી દીધો જબરો ટોણો!

 | 8:42 am IST

સામાન્ય રીતે કોગ્રેસની ટીકા કરનારા બાબા રામદેવએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના વખાણ કરતાં ચોમેર ચર્ચાનો વિષય બની ગયો છે. ઈન્દોરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન બાબાએ કમલનાખના ખુબ વખાણ કર્યા, કહ્યું કે- મારો જેટલો પ્રેમ શિવરાજ સિંહજી માટે છે, એટલો જ પ્રેમ મને કમલનાથ પ્રત્યે પણ છે. એની સાથે મારી વાતચીત થતી રહે છે. કમલનાથ એક દુરદર્શી વ્યક્તિ છે. ત્યારબાદ દીપિકા વિશેે જે વાત કરી એના લીધે બાબાની ચર્ચા થઈ રહી છે.

સાથે સાથે બાબા રામદેવે દીપિકા પાદુકોણને એક સલાહ પણ આવી દીધી છે. બાબા રામદેવે JNU જવા પર દીપિકાનો કટાક્ષ કર્યો છે. બાબાએ કહ્યું કે- દીપિકામાં અભિનયની કુશળતા હોવી એ અલગ વાત છે. પરંતુ તેણે બધા સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક મુલ્યોને વધારવા માટે દેશને સમજવો પડશે અને વધારે જ્ઞાન મેળવવું પડશે. ત્યારબાદ તેને આટલો મોટૉ નિર્ણય લેવો જોઈએ. તેણે કહ્યું કે, મને લાગે છે કે દીપિકાએ બાબા રામદેવ જેવા સલાહકાર રાખવા પડશે, કે જે આવા મુદ્દા પર એને સલાહ તો આપી શકે.

એ સિવાય દીપિકાનું આ વલણ જોઈને કેટલીક બ્રાન્ડસએ કહ્યું કે, તેઓ દીપિકાવાળી પોતાની જાહેરાતોને ઓછી દેખાડી રહ્યા છે. ત્યાં જ નામચીન સિતારાઓના એન્ડોર્સમેન્ટ સંભાળનાર મેનેજરોએ કહ્યું તે, આગામી સમયમાં જાહેરાતોના કરારમાં આ પ્રકારના ક્લોઝનો ઉમેરો કરવામાં આવી શકે છે, જેમા કોઇ પણ સેલિબ્રિટીના રાજનીતિક વલણથી સરકારના નારાજ થવાનું જોખમનો ઉલ્લેખ હોઇ શકે છે. કોકાકોલા અને એમેઝોન વગેરેને રિપ્રેઝેન્ટ કરનાર IPG મીડિયા બ્રાન્ડ્સમાં ચીફ એગ્જિક્યૂટિવ શશિ સિંહાએ કહ્યું કે,”સામાન્ય રીતે બ્રાન્ડ સુરક્ષિત દાવ જ રમે છે. તેઓ કોઇ પણ વિવાદથી બચવા માંગે છે.”

આ વીડિયો પણ જુઓ: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉત્તરાયણની ધૂમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન