ઝીણા વિવાદ: બાબા રામદેવે મુસ્લિમોને ચોખ્ખીને ચટ આપી દીધી સલાહ - Sandesh
  • Home
  • India
  • ઝીણા વિવાદ: બાબા રામદેવે મુસ્લિમોને ચોખ્ખીને ચટ આપી દીધી સલાહ

ઝીણા વિવાદ: બાબા રામદેવે મુસ્લિમોને ચોખ્ખીને ચટ આપી દીધી સલાહ

 | 3:08 pm IST

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી ઝીણાની તસવીરથી ઉપજેલા વિવાદમાં હવે યોગ ગુરૂ બાબા રામદેવ કૂદી પડ્યાં છે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકો તસવીરો અને મૂર્તિને કયા મહત્વ આપે છે આથી તેમણે ઝીણાની તસવીર માટે પણ પરેશાન થવું જોઇએ નહીં. રામદેવ બિહારના નાલંદામાં એક યોગ સેશન બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતા ત્યારે તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે મુસલમાન તો ચિત્રો અને મૂર્તિઓમાં વિશ્વાસ રાખતા નથી. તેમણે તો આ અંગે ચિંતા જ ના કરવી જોઇએ. રામદેવે મીડિયાને પણ કહ્યું કે ઝીણાનું ભૂત કંઇક વધાર પડતું જ લાઇમલાઇટમાં આવી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાનના નિર્માતા પોતાના દેશ માટે આદર્શ હોઇ શકે છે પરંતુ તેના માટે નહીં જે ભારતની એકતા અને અખંડતા પર વિશ્વાસ ધરાવે છે.

વાત એમ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર સાથે જ તેમાં રાજકારણ શરૂ થઇ ગયું છે. કૉંગ્રેસના સસ્પેન્ડ નેતા મણિશંકર ઐયરે વિવાદની અંદર ઝીણાના વખાણ કરતાં કહ્યું કે કાયદા-એ-આઝમ કહીને સંબોધિ કર્યા હતા. તેનાથી ભાજપના નેતાઓએ તેમની આલોચના કરવાનું શરૂ કરી દીધું. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઐયરના નિવેદનને કૉંગ્રેસની સાચી ભાવનાઓ કહી હતી. આની પહેલાં ઉત્તર પ્રેદશના સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ કેમ્પસમાં ઝીણાની તસવીરની આલોચના કરી ચૂકયા છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે અલીગઢના સાંસદ સતીશ ગૌતમે એએમયુમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીરનો મુદ્દો ઉઠાવતા એમએયુના વીસી તારિક મંસૂરને પત્ર લખી પૂછયું હતું કે યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર કેમ લગાવી છે? તેના પર યુનિવર્સિટીના પ્રોફેસર શૈફ કિદવઇએ કહ્યું કે યુનિવર્સિટીની જૂની પરંપરા છે કે તેઓ મુખ્ય રાજકારણી, સામાજિક અને શિક્ષણના ક્ષેત્રની મહાન વ્યક્તિઓને આજીવન સભ્યતા આપે છે. ઝીણાને પણ યુનિવર્સિટી છાત્ર સંઘનું આજીવન સભ્યપદ 1938મા અપાયું હતું. ઝીણા યુનિવરર્સિટી કોર્ટના સંસ્થાપક સભ્ય હતા અને તેમણે દાન પણ આપ્યું હતું.