જોરદાર : હવે ચીનમાં સામાન વેચશે રામદેવની કંપની પતંજલિ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જોરદાર : હવે ચીનમાં સામાન વેચશે રામદેવની કંપની પતંજલિ

જોરદાર : હવે ચીનમાં સામાન વેચશે રામદેવની કંપની પતંજલિ

 | 2:57 pm IST

દેશની દિગ્ગજ એફએમસીજી કંપનીઓને બિઝનેસના મામલે ધોબીપછાડ આપ્યા પછી હવે બાબા રામદેવ ચીનમાં પોતાનો બિઝનેસ વધારવાની તૈયારીમાં છે. રામદેવની કંપની પતંજલિ આર્યુવેદે સરકારની ‘ઇસ્ટ એક્ટ પોલીસી’ને પ્રોત્સાહન આપીને પૂર્વીય દેશોમાં પોતાનો બિઝનેસ વધારવા માટે રણનીતિ તૈયાર કરી છે.

પતંજલિ આર્યુવેદનું પ્લાનિંગ ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં પ્રોડક્શન યુનિટ શરૂ કરવાનું છે. આ જિલ્લાને કેન્દ્ર સરકાર મલ્ટી મોડલ હબ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર આ વિસ્તારને દક્ષિણ એશિયાના દેશોને જલ, વાયુ અને સડક માર્ગ સાથે જોડવાની દિશામાં કામ કરી રહી છે.

એક સિનિયર અધિકારીએ માહિતી આપી છે કે પતંજલિ આર્યુવેદ કંપની શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી સાથે  પૂર્વી એશિયાઈ દેશોમાં સામાનના એક્સપોર્ટ માટે સાહિબગંજ સ્થિત મલ્ટી મોડલ ટર્મિનલના વપરાશ અંગે વાતચીત કરી રહી છે. આ ટર્મિનલ મારફતે પતંજલિ ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ તેમજ અન્ય દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પોતાનો સામાન એક્સપોર્ટ કરવાની યોજનામાં છે. હકીકતમાં જલમાર્ગ મારફતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં ઓછો ખર્ચ થાય છે અને સહેલાઈથી પૂર્વ એશિયાના દેશોમાં એન્ટ્રી લઈ શકશે.