Babar Azam make BIG statement against India, says THIS
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન કેપ્ટનનું મહત્ત્વપૂર્ણ નિવેદન, અમે જ જીતીશું…

T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન કેપ્ટનનું મહત્ત્વપૂર્ણ નિવેદન, અમે જ જીતીશું…

 | 5:29 pm IST
  • Share

  • 24 ઓક્ટોબરે બે પાડોશી દેશો ક્રિકેટના મેદાનમાં મહાજંગ ખેલશે

  • ભારત અને પાકિસ્તાનની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે.

  • વર્લ્ડકપમાં દરેક વખતે ફેલ રહ્યું છે પાકિસ્તાન

IPL-2021 હાલ અંતિમ તબક્કામાં પહોંચી છે. IPL બાદ ટી-20 વર્લ્ડકપ રમાનાર છે, તેમાં ટીમ ઈન્ડિયાનો પહેલી મેચ પાકિસ્તાન સામે છે. 24 ઓક્ટોબરે બે પાડોશી દેશો ક્રિકેટના મેદાનમાં મહાજંગ ખેલશે. છેલ્લા કેટલાંક સમયથી ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ નથી, ત્યારે ભારત અને પાકિસ્તાનના પ્રશંસકો આ ક્ષણને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટી-20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનું કહેવું છે કે તેમને પુરો આત્મવિશ્વાસ છે કે આ વખતે તેઓ ભારત વિરુદ્ધ ચોક્કસપણે મેચ જીતશે.

એક અગ્રણી વેબસાઈટ સાથે વાતચીત કરતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન આઝમ બાબરનું કહેવું છે કે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં અમે UAEમાં ખુબ મેચ રમ્યા છીએ, જેના કારણે અમને ત્યાંની પરિસ્થિતિનો વધુ અનુભવ છે, એવામાં અમારા ખેલાડીઓ માટે આ સ્ટોંગ પાસું સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે.

બાબર આઝમે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ મેદાન અને પીચની પરિસ્થિતિ વધુ સારી રીતે જાણીએ છીએ, જે ટીમ તે દિવસે સારું પ્રદર્શન કરશે તે દિવસે તેઓ જીતી જશે. પરંતુ જો તમે મને પુછશો તો હું ચોક્કસ કહીશ કે અમારી ટીમ જ જીતશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં પાકિસ્તાન પ્રવાસે ગયેલી શ્રીલંકન ટીમ પર આતંકી હુમલો થયો હતો, ત્યાર પછી પાકિસ્તાનનું ઘરેલૂ મેદાન UAE થઈ ગયું છે. કારણ કે તમામ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું છે.

વર્લ્ડકપમાં દરેક વખતે ફેલ રહ્યું છે પાકિસ્તાન

પાકિસ્તાનનો રેકોર્ડ વર્લ્ડકપમાં ખુબ જ ખરાબ છે. ટી-20 વર્લ્ડકપ અને 50 ઓવરના વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્યારેય પણ ભારતને હરાવી શક્યું નથી, આ કારણથી જ પાકિસ્તાન સતત આ રેકોર્ડને બદલવાની કોશિશ કરી રહ્યું છે. માત્ર ટી-20 વર્લ્ડકપમાં જ ભારત-પાકિસ્તાનની વચ્ચે પાંચ મેચ રમાઈ છે અને પાંચેય મેચ ટીમ ઈન્ડિયાએ જીતી છે.

બાબર આઝમે જણાવ્યું હતું કે, આ વખતે તેમની ટીમના યુવા બેટર ખુબ જ જોશમાં છે. આત્મવિશ્વાસથી ભરપૂર યુવા બેટરોમાં અનુભવની કોઈ કમી નથી. તેઓ દરેક ઘરેલૂ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરતા આવી રહ્યા છે. એટલા માટે અમને આશા છે કે ભારત વિરુદ્ધ યોજાનાર મેચમાં અમારું પ્રદર્શન શાનદાર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે પાકિસ્તાન ટીમની સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યૂ હેડન, સાઉથ આફ્રિકાના ખેલાડી વર્નેન ફિલેન્ડર એક્સપર્ટ્સ તરીકે ટીમની સાથે જોડાઈ રહ્યા છે. પાકિસ્તાન ભારત સાથે મુકાબલા પહેલા બે વોર્મઅપ મેચ પણ રમવાનું છે, જે વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો