શું તમારા બાળકના મનમાં બેસી ગયો છે ભૂતનો ડર, તો આ રીતે કરો દૂર - Sandesh
  • Home
  • Lifestyle
  • શું તમારા બાળકના મનમાં બેસી ગયો છે ભૂતનો ડર, તો આ રીતે કરો દૂર

શું તમારા બાળકના મનમાં બેસી ગયો છે ભૂતનો ડર, તો આ રીતે કરો દૂર

 | 1:46 pm IST

બાળકો ખુબ માસુમ હોય છે. તેમને કંઈ પણ કહેવામાં આવે તો તેઓ માની લે છે. તે જ રીતે આપણે તેમને ભુત પ્રેતના નામોથી ડરાવીએ છીએ. જેનાથી બાળકો ડરી જતા હોય છે. પરંતુ ક્યારેક સૂવાના સમયે કે ટીવી પર કંઈક એવું જોઈ લે છે જેનાથી તેમના મનમાં ડર પેદા થઈ જતો હોય છે. તેમનો ડર દુર કરવા કંઈ પણ કરીએ તો પણ તેઓના મનમાંથી ડર જતો નથી. તમારા બાળક સાથે પણ આવું થઈ રહ્યું છે તો અમે તમને જણાવીશું કે તમારા બાળકોમાં રહેલા ડરને નિકાળી શકશો.

આ રીતે નિકાળો બાળકોના મનમાંથી ડર

ડરનો સામનો: બાળકોને રાત્રે ભયાનક સપનાઓ આવી રહ્યા હોય તો તેવામાં તમે તેઓને સાહસી બનાવો. તે માટે તેમને એવી વાર્તાઓ સંભળાવો જેનાથી તેમના મનમાંથી ડર નિકળી જાય. પોતાના બાળકને અંધારા રૂમમાં લઈ જાઓ અને મસ્તી ભર્યો માહોલ બનાવો.

સુરક્ષાનો સામનો: જો તમારો બાળક પણ તમારાથી અલગ સૂવે છે તો તમે તેની પાસે એવી વસ્તુઓ રાખો જેથી તે ખુદને સુરક્ષિત મહેસૂસ કરી શકે. તે ઉપરાંત તેના રૂમમાં નાની લાઈટ પણ ચાલું રાખો. જેથી તે ડર ન લાગે.

હોરર ફિલ્મ: બાળકોને આદત હોય છે કે તે રાતના સમયે હોરર ફિલ્મો જોવી પસંદ કરતા હોય છે. એવું કરવાથી તેમને ડર લાગવા લાગે છે. આ ડરને નિકાળવા માટે બાળકોનો આત્મવિશ્વાસ મજબુત કરો.