Babita quit film industries to marry in Kapoor family
  • Home
  • Entertainment
  • Bollywood
  • આવતીકાલે બબીતાનો HBD, ફિલ્મો છોડવાની શરતે બની હતી કપૂર ખાનદાનની વહૂ ! 

આવતીકાલે બબીતાનો HBD, ફિલ્મો છોડવાની શરતે બની હતી કપૂર ખાનદાનની વહૂ ! 

 | 1:23 pm IST

માત્ર આઠ વર્ષની ફ્લ્મિી કરિયરમાં બબીતાએ તે જમાનાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર, રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, શમ્મી કપૂર, શશી કપૂર અને જીતેન્દ્ર સાથે હિટ ફ્લ્મિો આપીને ટોપનું સ્થાન મેળવ્યું હતું. આવતીકાલે બબીતાનો જન્મદિવસ છે. બબીતાનો જન્મ તા.૨૦/૪/૧૯૪૮ ના રોજ મુંબઈમાં એક સિંધી પરિવારમાં થયો હતો. પિતા હરિ શિવદાસાની દેશના વિભાજન વખતે કરાંચી છોડીને મુંબઈમાં આવ્યા હતા. બબીતાની માતા બ્રિટિશ ક્રિશ્ચિયન હતી. હરિ શિવદાસાનીનો ઝોક અભિનય તરફ વધારે હતો. તેમની પર્સનાલિટીને કારણે ચરિત્ર અભિનેતા તરીકે કામ મળવા લાગ્યું હતું.

રાજ કપૂરની ફ્લ્મિ ‘શ્રી ૪૨૦’ માં તેમણે અભિનય કર્યો ત્યારે તો તેમનું નામ ખાસ્સું જાણીતું થઇ ગયું હતું. સાધના અને બબીતા બંને કઝિન છે તે તો બહુ જાણીતી વાત છે. બબીતાનું બાળપણ માતા-પિતા અને નાની બહેન મીના સાથે વીત્યું હતું. મીતા અડવાણી લગ્ન બાદ એક પ્રાયવેટ પાવર કંપનીની માલિક છે.

બબીતા જ્યારે અઢારની થઇ ત્યારે તેણે ફ્લ્મિોમાં અભિનય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હરી શિવદાસાની બબીતાને સ્ક્રીન ટેસ્ટ માટે જી.પી. સિપ્પી પાસે લઇ ગયા હતા. જી.પી.સિપ્પી તે દિવસોમાં રાજેશ ખન્ના સામે નવો ચહેરો લેવા માંગતા હતા. ફ્લ્મિ હતી “રાઝ’. આમ બબીતાને પ્રથમ ફ્લ્મિ મળી ગઈ હતી.

જો કે બબીતાની રિલીઝ થયેલી પ્રથમ ફ્લ્મિ હતી ‘દસ લાખ’. વર્ષ હતું ૧૯૬૬. ફ્લ્મિમાં સંજય ખાન સાથે ઓમપ્રકાશ તથા હરિ શિવદાસાની પણ હતા. ફ્લ્મિ તો ખાસ ચાલી નહોતી, પણ તેનું એક ગીત આજે પણ ટ્રેનમાં ખાસ કરીને ભીખારીઓ પાસે સાંભળવા મળે છે. ‘ગરીબોં કી સુનો વો તુમ્હારી સુનેગા તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા’

જોકે બબીતાની આગવી ઓળખ તો ૧૯૬૭ માં રિલીઝ થયેલી ફ્લ્મિ “ર્ફ્ઝ” થી જ થઇ હતી. જીતેન્દ્ર બબીતાની જોડી દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. “ર્ફ્ઝ” ફ્લ્મિે દેશભરના શહેરોમાં સિલ્વર જ્યુબિલી અને મોટા શહેરોમાં તો ગોલ્ડન જ્યુબિલી ઉજવી હતી. ત્યારબાદ તેની જીતેન્દ્ર સાથે લાદ. અનમોલ મોતી અને બનફૂલ જેવી ફ્લ્મિો આવી હતી.

બબીતાએ તે જમાનાના મોટા ભાગના પ્રખ્યાત હીરો સાથે અભિનય કર્યો હતો. જેમ કે ધર્મેન્દ્ર સાથે ‘કબ કયું ર કહા’ , મનોજ કુમાર સાથે ‘પહેચાન’ શશી કપૂર સાથે ‘હસીના માન જાયેગી’, શમ્મી કપૂર સાથે ‘તુમ સે અચ્છા કૌન હૈ’ તથા રાજેન્દ્રકુમાર સાથે ‘અનજાના’p શશી કપૂર અને શમ્મી કપૂર તો બબીતાના રણધીર કપૂર સાથેના લગ્ન બાદ કાકાજી બન્યા હતા. માત્ર આઠ જ વર્ષની ફ્લ્મિી કરિયરમાં ૧૯ સિલેક્ટેડ ફ્લ્મિો કરનાર બબીતા ખૂબ જ ઝડપથી સફ્ળતાની સીડી ચડી ગઈ હતી.

બબીતાની પ્રથમ રજુ થયેલી ફ્લ્મિ ‘દસ લાખ’ સંજય ખાન સાથે હતી તો જોગાનુજોગ છેલ્લી ફ્લ્મિ ‘સોને કે હાથ’નો હીરો પણ સંજય ખાન જ હતો. ૧૯૭૧માં બબીતાના જીવનમાં રણધીર કપૂરનું આગમન થયું હતું.  ‘કલ આજ ર કલ’ ના સેટ પર બિલકુલ લવ એટ ર્ફ્સ્ટ સાઈટનો કિસ્સો હતો. ફ્લ્મિમાં રાજ કપૂર અને પૃથ્વીરાજ કપૂર પણ હતા. રણધીર કપૂરે જયારે બબીતા સાથે લગ્ન કરવાની ઈચ્છા પિતા સમક્ષ વ્યક્ત કરી ત્યારે રાજ કપૂરની સાથે દાદા પૃથ્વીરાજ કપૂર પણ ચોંકી ઊઠયા હતા. બબીતા જાણીતી અભિનેત્રી હતી.

કપૂર ખાનદાનમાં ફ્લ્મિની નટી ઘરમાં આવે તે તેમને પસંદ તો નહોતું જ પડયું. રણધીર કપૂરની ભારે સમજાવટ બાદ પિતા અને દાદા માન્યા હતા. જોકે તેમણે એક શરત મૂકી હતી કે બબીતાએ લગ્ન બાદ ફ્લ્મિોમાં કામ કરવાનું છોડવું પડશે. એ દિવસોમાં રણધીર કપૂર કરતાં બબીતાનું વધારે મોટું નામ હતું. બબીતાએ રણધીરને મેળવવા માટે ઘડીના છઠ્ઠા ભાગમાં ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીને તિલાંજલિ આપવાનો નિર્ણય લઇ લીધો હતો. બંને પરિવારોએ ભેગા મળીને ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન કરાવી આપ્યા હતા. તારીખ હતી, ૬/૧૧/૧૯૭૧. તે દિવસોમાં ‘કલ આજ ર કલ’ સિનેમાઘરોમાં ચાલી રહ્યું હતું. તે ફ્લ્મિમાં એક ગીત હતું ‘હમ જબ હોંગે સાઠ સાલ કે તબ તુમ હોગી પચપન કી બોલો પ્રીત નિભાઓગી ના તબ ભી અપને બચપન કી’. દેશભરના અખબારોમાં બંનેના લગ્નના ફેટા નીચે એ જ ગીત ક્વોટ કરવામાં આવ્યું હતું શરૂઆતમાં તો બંનેનું લગ્ન જીવન ખુશખુશાલ હતું. ૧૯૭૪માં કરિશ્માનો અને ૧૯૮૦માં કરીનાનો જન્મ થયો.

સામાન્ય રીતે કોઈપણ માતા કે પિતા તેના અધૂરા રહેલા સપના અને અરમાન તેનું બાળક પુરા કરે તેવી ખ્વાહીશ રાખતા હોય છે. બબીતાના કિસ્સામાં બિલકુલ એવું જ થયું. તે મોટી દીકરી કરિશ્માને હિરોઈન બનાવવા માંગતી હતી. કપૂર ખાનદાનમાં તે અગાઉ એક પણ દીકરીએ કેમેરાનો સામનો કર્યો નહોતો કારણ કે તે બાબતે પાબંદી હતી. આખરે એ વાત પતિ-પત્ની વચ્ચે એક ઈશ્યૂ બન્યો અને જે પતિને મેળવવા માટે બબીતાએ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીને એક ઝાટકે છોડી દીધી હતી તે જ ઇન્ડસ્ટ્રીમાં દીકરીને જોવા માટે પતિને અને તેના ઘરને છોડી દીધું.

ફ્લ્મિના પડદા પર બંનેએ સાથે ગાયેલું પેલું ગીત ‘હમ જબ હોંગે સાઠ સાલ કે…’ વાસ્તવિક જીવનમાં ખોટું પડી રહ્યું હતું. જો કે બબીતા અને રણધીર કપૂરે કાયદેસર ડિવોર્સ ક્યારેય લીધા નહોતા. કરિશ્મા તો ફ્લ્મિોમાં છવાઈ ગઈ હતી, પણ થોડા વર્ષો બાદ નાની દીકરી કરીના કપૂર પણ ટોચની હિરોઈન બની. અભિનય તો બંને બહેનોના જીન્સમાં જ હતો તથા બંનેને બબીતાની સુંદરતા વિરાસતમાં મળી હતી તેથી તેમની સફ્ળતાની કોઈને નવાઈ લાગી નહોતી. સમયનું ચક્ર ફ્રતું ગયું. એક બાપ તરીકે રણધીર કપૂરને પણ દીકરીઓની સફ્ળતાથી આનંદ થવા લાગ્યો. આખરે લગભગ ૧૯ વર્ષ બાદ ૨૦૦૭ માં રણધીર કપૂર અને બબીતા ફ્રીથી સાથે રહેવા લાગ્યા. હા એટલું તો ચોક્કસ માનવું પડે કે બબીતાની જીદને કારણે જ બોલિવૂડને કરિશ્મા અને કરીના મળી.

મૂડ મૂડ કે દેખ :- પ્રફુલ્લ કાનાબાર, [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન