baby elephant plunged into a river To save drowning person old video viral
  • Home
  • Featured
  • ડૂબતા વ્યક્તિને બચાવવા હાથીના બચ્ચાએ નદીમાં લગાવી ડૂબકી, અને પછી.. ખરેખર જોવા જેવો Video

ડૂબતા વ્યક્તિને બચાવવા હાથીના બચ્ચાએ નદીમાં લગાવી ડૂબકી, અને પછી.. ખરેખર જોવા જેવો Video

 | 1:48 pm IST

કેરલમાં કેટલાક અસામાજીક તત્વો દ્રારા ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દીધુ હતું જેના કારણે તેનું મોત નીપજ્યું હતું હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જેની પર દરેક લોકો વિરોધ કરી ન્યાયની માંગ કરી રહ્યા છે. સાથે જ ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક નાનકડા હાથીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક હાથીનું બચ્ચુ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે નદીમાં કુદી જાય છે અને તે વ્યક્તિને કિનારા તરફ લઇ જાય છે. આ વીડિયો અત્યાર સુધી પાંચ લાખ લોકોએ જોયો છે. આ વીડિયો જોઇને ખરેખર માનવીઓ શીખવા જેવું છે કે બોલતા લોકો કરતા આ મૂંગા પ્રાણીઓ સારા છે. જે ડૂબતા માણસને બચાવે છે. જ્યારે બીજી તરફ ગર્ભવતી હાથીની સાથે કરેલી હરકત પર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન