હાથીનું બચ્ચુ પાણી જોઇને થયુ ખુશખુશાલ, સુંઢ પછાડી કરવા લાગ્યુ ધમાલ, Video
બોલિવુડ એકટ્રેસ દિયા મિર્જા (Dia Mirza)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં હાથીનું એક બચ્ચુ પાણીમાં જોર જોરથી પોતાની સુંઢ પટકી રહ્યુ છે આ વીડિયોમાં હાથીના બચ્ચાની માસુમીયત જોવા મળે છે. હાથીના બચ્ચા (Baby Elephant Video) સાથે તેનો આખો પરીવાર છે, હાથીના બચ્ચાને ખબર નથી પડતી કે તેણે શું કરવુ જોઇએ આથી તે પોતાની સુંઢને પટકી રહ્યુ છે.
પાણી સાથે રમતા આ મસ્તીભર્યો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બોલિવુડ એકટ્રેસ દિયા મિર્જા (Dia Mirza)એ આ વીડિયોને ઇમોજી સાથે શેર કરી રીટ્વિટ કર્યુ છે આ વીડિયો આઇએફએસ સુશાંત નંદાએ તેના ટ્વીટર પરથી શેર કર્યુ છે.
સુશાંત નંદાએ લખ્યુ છે કે ક્યુટનેસ ઓવરલોડેડ હાથીના બચ્ચાને ખબર નથી હોતી કે તેણે સુંઢનો ઉપયોગ કેવી રીતે કરવો. નાના બચ્ચાઓ સુંઢને પટક્યા કરે છે અને ક્યારેક તો તેના પર પગ રાખી દે છે. જો કે 6થી 8 મહિનાના થયા પછી તેમને સુંઢનો ઉપયોગ કરતા આવડી જતુ હોય છે. આ વીડિયો ખરેખર મજેદાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન