Baby number 22 for Britain’s biggest family! Supermum Sue Radford
  • Home
  • Photo Gallery
  • PHOTOS: 21 બાળકોની માતા ફરી ગર્ભવતી થઈ, જો દીકરો આવે તો 11 દીકરા અને 11 દીકરી થશે

PHOTOS: 21 બાળકોની માતા ફરી ગર્ભવતી થઈ, જો દીકરો આવે તો 11 દીકરા અને 11 દીકરી થશે

 | 1:44 pm IST

આજે એવો સમય છે કે જ્યાં 2 લોકોનું પાલન પોષણ કરવું એ પણ મુશ્કેલ કામ છે અને લોકો કંટાળી જાય છે. એવા કાળમાં બ્રિટેનમાં રહેતી એક મહિલાએ અત્યાર સુધીમાં 21 બાળકોને જન્મ આપ્યો છે અને હેરાન કરનારી વાત તો એ છે કે તે ફરીથી ગર્ભવતી થઈ છે. મતલબ કે તે 22માં બાળકને પણ જન્મ આપશે. મહિલાએ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટથી પુષ્ટિ પણ કરી લીધી કે તે ગર્ભવતી છે.

આ 44 વર્ષની મહિલાનું નામ છે સૂ રૈડફોર્ડ. તેમના પતિનું નામ નોએલ છે કે જે 48 વર્ષનો છે. બંન્ને બ્રિટેનના મોરેકૈમ્બેમાં રહે છે. નોએલ પરિવારનો બ્રિટેનનો સૌથી મોટો પરિવાર ગણવામાં આવે છે. તે બધા લોકો મળીને બેકરીનો ધંધો કરે છે અને ઘર ચલાવે છે.

મળતી માહિતી પ્રમાણે સૂએ નવેમ્બર 2018માં જ એક બાળકીને જન્મ આપ્યો હતો. તે હાલમાં 15 અઠવાડિયાની ગર્ભવતી થઈ છે. તે 2020ના એપ્રિલમાં તેના 22માં બાળકને જન્મ આપશે. તેને એવી આશા છે કે આ વખતે દીકરો આવશે. તેણે એમ પણ કહ્યું કે જો આ વખતે દીકરો આવશે તો 11 દીકરી અને 11 દીકરા થઈ જશે. તો જુઓ એના પરિવારને ફોટો સ્વરૂપે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન