Baby shower for pregnant dog!

પ્રેગ્નન્ટ ડોગી માટે યોજાયો બેબી શાવર!

 | 9:00 am IST
  • Share

ગજબની વાત : અક્ષરકુમાર વિદ્યાર્થી

દુનિયામાં ઘણા એવા લોકો છે જે પોતાના ઘરે પ્રાણીઓને રાખતા હોય છે. તેઓ તે પ્રાણીને પોતાના ઘરનો સભ્ય જ ગણે છે. તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું મહારાષ્ટ્રમાં. જી, હાં, અહીંના એક કપલે તેમના પાલતુ પ્રેગ્નન્ટ ડોગી માટે બેબી શાવર યોજ્યો. ડોગીનું નામ લકી છે. તેના પરિવારની સરનેમ કુલકર્ણી છે આથી તેને લકી રાહુલ કુલકર્ણી કહેવામાં આવે છે. યુટયૂબર શૈલા ટીકે આ કપલ વિશે જણાવ્યું છે. કપલની દીકરી લકી ટૂંક સમયમાં માતા બનવાની છે. પરિવારે આ ફ્ંક્શનમાં મહેમાનો અને મિત્રોને પણ આમંત્રણ આપ્યું હતું. આ દિવસની તૈયારી માટે ખૂબ મહેનત કરી. તેમણે લકી માટે ફૂલોથી હીંચકો સજાવ્યો. લકીને મહારાષ્ટ્રનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવ્યો. એ પછી હીંચકા પર બેસાડીને વિધિ કરી. પરિવારે લકીની આરતી પણ ઉતારી. મહેમાનોએ પણ લકીની પૂજા કરી અને તેને મનગમતું ભોજન કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાઈરલ થતા યુઝર્સ આ કપલનાં વખાણ કરી રહ્યા છે.

ગજબની પ્રતિયોગિતાઃ કંપની ૬૦ વર્ષ સુધી ફ્રીમાં ખવડાવશે પિત્ઝા

કહેવાય છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ એક અનોખા નામના કારણે એક કપલે મોટી પ્રતિયોગિતા જીતી લીધી. તેઓએ પોતાના બાળકનું અનોખું નામ રાખ્યું કે જેના કારણે કંપનીએ ૬૦ વર્ષ સુધી ફ્રીમાં પિત્ઝા ખવડાવશે. બાળકોના જન્મ પહેલાં જ માતા-પિતાએ બાળકનું નામ વિચારી લીધું હતું. તે પોતાના બાળકનું યુનિક નામ રાખવા માંગતાં હતાં. તે ઇચ્છતાં હતાં કે નામના કારણે તેમના બાળકની અલગ ઓળખ બને. હકીકતમાં આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. જ્યાં એક કપલે પોતાના નવજાત શિશુનું અનોખું નામ રાખવાની હરીફાઇમાં ભાગ લીધો હતો. જેનાં માતા-પિતાએ બાળકનું નામ અનોખું રાખ્યું જેનાથી જાણીતી કંપનીએ ૨૦૮૦ સુધી ફ્રીમાં પિત્ઝા ખવડાવવાની વાત કરી છે. જોકે કપલે આ પ્રતિયોગિતા જીતવા માટે બાળકનું નામ રાખ્યું ન હતું, પરંતુ સંજોગથી આ કપલ પ્રતિયોગિતા જીતી ગયું. કહેવાની વાત તો એ છે કે દુનિયા આ પ્રકારની અનોખી પ્રતિયોગિતા પણ યોજાય છે.

આ વ્યક્તિએ પત્નીને ગિફ્ટ આપવા ચંદ્ર પર ખરીદી જમીન!

પ્રેમીયુગલો હંમેશાં ચાંદ તારાની વાતો કરતાં હોય છે, પરંતુ જો કોઇ ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી અને તેની પત્નીને ગિફ્ટમાં આપે તો…જાણીને હસવું આવશે તથા મનમાં અનેક પ્રશ્ન થશે કે આવું તો શી રીતે બની શકે? જી હાં, ચંદ્ર પર ફ્રવા જવાનું સપનું જોનારા લોકોમાં રાજસ્થાનના અજમેર શહેરના ધર્મેન્દ્ર અનિજા અને તેમની પત્ની સપના અનિજા સામેલ છે. ધર્મેન્દ્રએ પોતાની આઠમી મેરેજ એનિવર્સરી પર પત્ની માટે ચંદ્ર પર જમીન ખરીદી. અમેરિકાના ન્યૂ યોર્ક શહેરની એક ર્ફ્મ લૂનસ સોસાયટી ઇન્ટરનેશનલને આ જમીન વેચવામાં આવે છે. આ વિશે ધર્મેન્દ્રનું કહેવું છે કે, હું લગ્નની વર્ષગાંઠ પર પત્નીને આખી જિંદગી યાદ રહે તેવી ગિફ્ટ આપવા માગતો હતો. ૨૪ ડિસેમ્બરે અમારી એનિવર્સરી હતી. આ અવસરે પત્નીને કાર કે કોઈ જ્વેલરી તો ઘણા લોકો આપે છે પરંતુ હું આ બધાથી હટકે ગિફ્ટ આપવા માગતો હતો. આથી મેં સપનાના નામની જમીન ચાંદ પર ખરીદી. જમીન ખરીદવાની આખી પ્રોસેસમાં એક વર્ષ લાગ્યું. આ કામ સાથે ધર્મેન્દ્ર ચંદ્ર પર જમીન ખરીદનારો રાજસ્થાનનો પ્રથમ માણસ બન્યો છે. ધર્મેન્દ્રની પત્ની સપના આ ગિફ્ટ જોઇને ઘણી ખુશ થઈ. કપલે એનિવર્સરીના દિવસે એક પ્રોફેશનલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને બોલાવી પાર્ટી રાખી હતી. ડેકોરેશન પણ ચંદ્રની થીમ પર રાખ્યું હતું. ઇવેન્ટ દરમિયાન ધર્મેન્દ્રએ તેની પત્નીને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ ફ્રેમ કરાવીને આપ્યાં.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો