baby snakes hatching from their eggs video viral on social media
  • Home
  • Featured
  • સાપના બચ્ચાને ઈંડામાંથી નીકળતા જોયું છે? આ શખ્સે દુનિયા સામે વીડિયો મૂકી બધાને ચોંકાવી દીધા!

સાપના બચ્ચાને ઈંડામાંથી નીકળતા જોયું છે? આ શખ્સે દુનિયા સામે વીડિયો મૂકી બધાને ચોંકાવી દીધા!

 | 5:09 pm IST

સાપનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાપના બચ્ચા ઈંડામાંથી બહાર આવતા જોવા મળે છે. આટલું જ નહીં આ સાપના બચ્ચા ઇંડામાંથી બહાર નીકળીને વ્યક્તિના હાથ ઉપર ચઢે છે અને ચાલવા લાગે છે. સાપના બચ્ચાનો આ વીડિયો ખૂબ જ સુંદર છે. વીડિયોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે તેનું નામ જે બ્રીરુઅર છે. અને તેની સાપોની દુકાન છે. જેમાં તે વિવિધ પ્રકારના સાપ રાખે છે. આ વીડિયોમાં જોવા મળતા સાપનું નામ છે ‘આલ્બિનો કોર્ન સાપ.

આ વીડિયોને પાલતું પ્રાણીના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે ઇંડામાંથી સાપ કેવી રીતે બહાર આવે છે. આ વીડિયોને શેર કરતાં, કેપ્શનમાં લખ્યું છે, “સાપના બચ્ચા જન્મ લેતી વખતે ખૂબ જ સુંદર લાગે છે, તેઓને તેમના જીવનની શરૂઆતમાં ખબર નથી હોતી કે તે થોડા દિવસો પછી દુનિયા માટે કેટલા ભયંકર થઈ જવાના છે.”

વીડિયો શેર કર્યાના એક દિવસમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. આ વીડિયો પર અત્યાર સુધીમાં 76 હજારથી વધુ વ્યૂ થઈ ગયા. આ વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું કે, “હું સાપને ધિક્કારું છું, પરંતુ આ વીડિયો જોયા પછી, મને સાપ પ્રત્યે પ્રેમ આવી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન