bachpan ka pyaar sahdev dirdo is now launching his nft collection
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘બસપન કા પ્યાર’ ફેમ સહદેવે કરી નવી શરૂઆત

‘બસપન કા પ્યાર’ ફેમ સહદેવે કરી નવી શરૂઆત

 | 3:01 pm IST
  • Share

  • બસપન કા પ્યાર ફેમ સહદેવ દેરડોએ મેટાવર્સમાં મુક્યો પગ 

  • સહદેવ NFT સેક્ટરમાં પ્રવેશ કરશે 

  • જલ્દી જ સહદેવ NFT કલેક્શન લોન્ચ કરશે 

 

‘બચપન કા પ્યાર’ ગીતથી રાતોરાત સ્ટાર બની ગયેલા છત્તીસગઢના સહદેવ દેરડો સુકમા જિલ્લામાં માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો.જેને પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સહદેવ દેરડોના અકસ્માત બાદ બોલિવૂડની હસ્તીઓ પણ તેની મદદ માટે આગળ આવી અને હવે તે સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે. બસપન કા પ્યાર દ્વારા લોકોની ઊંઘ ઉડાડ્યા બાદ હવે ફરી એકવાર સહદેવે ચાહકોને ચોંકાવી દીધા છે. સહદેવે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેના દ્વારા તેણે જાણકારી આપી છે કે તે NFT સેક્ટરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

સહદેવ NFT કલેક્શન લોન્ચ કરશે 

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા સેન્સેશન સહદેવ દેરડોએ જણાવ્યું છે કે તે જલ્દી જ તેનું NFT કલેક્શન લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ સાથે સહદેવે તેમના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી આપી અને કહ્યું કે તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં સાજા થવાની આશા છે. તેણે તેની સારવાર માટે તેના ચાહકો, ડોકટરો અને નર્સિંગ સ્ટાફનો પણ આભાર માન્યો છે. સહદેવ દેરડોએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તે દેશના સેલિબ્રિટી મેટાવર્સ માર્કેટપ્લેસ નોન્ટન સાથે જોડાણમાં મેટાવર્સ તરફ આગળ વધવા જઈ રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે સલમાન ખાન, રજનીકાંત, સની લિયોન, અમિતાભ બચ્ચન જેવા મોટા બોલિવૂડ સેલેબ્સે પણ ભારતમાં NFT માં પગ મૂક્યો છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો