Health tips In time period this remedy to avoid for Periods pain
  • Home
  • Featured
  • પીરિયડ્સમાં ભૂલથી પણ ન કરશો આ વસ્તુઓનું સેવન, થશે અસહ્ય દુખાવો

પીરિયડ્સમાં ભૂલથી પણ ન કરશો આ વસ્તુઓનું સેવન, થશે અસહ્ય દુખાવો

 | 11:25 am IST

આજકાલની જીવનશૈલીના કારણે આપણે આપણા શરીરનું યોગ્ય જતન નથી કરી શકતા એમાંય ખાસ તો મહિલાઓ તાલથી તાલ મેળવવા માટે ખાસ જે મથામણ કરે છે તેના કારણે પોતાના શરીરને સંભાળી નથી શક્તી. ખાસ કરીને પીરિયડ્સમાં હોય ત્યારે મહિલાઓને સામાન્ય રીતે દુખાવો થાય છે અને આમછતા કામ પણ કરવુ પડે છે ત્યારે આપણામાંથી કોઈને પણ પીરિયડ્સ પસંદ નથી હોતું.

પીરિયડ્સમાં થતો અસહ્ય દુખાવો અને મૂડ સ્વિંગથી કંટાળી જવાય છે. અચાનક કંઈ પણ ખાવાનું મન થવું, શરીર ફૂલેલું રહેવું એ પણ નથી ગમતું. આપણને જ્યારે પીરિયડ્સ આવે છે ત્યારે આપણા વડીલો ઠંડી તાસીર વાળી ચીજ ખાવાની ના પાડે છે.

તો આજે કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવાની ના કહીશુ કેમકે આવું ખાવાથી તમારી તકલીફ વધી શકે છે.
પીરિયડ્સમાં ઠંડુ પાણી પીવુ ન જોઈએ. ઠંડુ પાણી પીવાથી આંતરડાનું તાપમાન ઓછું થઈ જાય છે. જેથી આપણા આંતરડા તે પોષક તત્વો નથી શોષી નથી શકતા. તેના કારણે ખીલની તકલીફ થઈ શકે છે. તે સિવાય ઠંડા ખાધ્ય પદાર્થો આઈસક્રીમ અને ઠંડી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. તેના કારણે વજાઈના વૉલ પણ કડક થઈ શકે છે. જ્યારે આ માંસપેશીઓ સરખી રીતે ખેંચાઈ ન શકે તો ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

જો કે દરેક વ્યક્તિના શરીરમાં વાત્ત, પિત્ત, કફ અલગ હોય છે. તેથી એ કહેવું મુશ્કેલ હોય છે કે ખાવામાં કઈ વાત સૂટ કરશે. પીરિયડ્સમાં પોતાના શરીર અનુસાર જ દરેક પ્રવૃત્તિઓ કરવી જોઈએ.પીરિયડ્સ સમયે પોતાના ડાયટમાં પાંદડાવાળા શાકભાજી, ગ્રીન ટી અને નટ્સનું સેવન વધારો.

ખાટા પદાર્થોનું સેવન ક્યારેય ન કરો. આનાથી પીત થઈ શકે છે. ચા-કોફીનું સેવન ન કરો. વાસી ખોરાકથી બચો. આથેલા ખોરાકને ટાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન