સુરતઃ અશ્લીલ વીડિયો બતાવી બાળા પર આધેડે આચર્યું દુષ્કર્મ - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતઃ અશ્લીલ વીડિયો બતાવી બાળા પર આધેડે આચર્યું દુષ્કર્મ

સુરતઃ અશ્લીલ વીડિયો બતાવી બાળા પર આધેડે આચર્યું દુષ્કર્મ

 | 6:52 pm IST

સુરતના રાંદેર વિસ્તારમાં એક આધેડ દ્વારા અશ્લીલ વીડિયો બતાવી આઠ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેને લઈને પોલીસે આધેડની ધરપકડ કરી છે અને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આરોપી બાળકીને ડ્રોઈંગ શીખવાડવાને બહાને બોલવતો હતો.

રાંદેર વિસ્તારમાં રહેતા 53 વર્ષના વિનોદચંદ્ર રણછોડલાલ ઉપાધ્યાય અવાર નવાર ડ્રોઈંગ શીખવવાના બહાને બાળાને બોલાવતો હતા. છેલ્લા આઠ મહિનાથી બાળા તેના ઘરે જતી હતી અને આધેડ બાળાને ચોકલેટ, આલુપુરી અને વડાંપાઉ ખવડાવવાની લાલચ આપી અશ્લીલ વીડિયો બતાવી બાળકી સાથે દુષ્કર્મ આચર્તો હતો. હાલ રાંદેર પોલીસે આધેડની ધરપકડ કરી છે અને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.