Ahmedabad for the Bad new the weather department will make a big prediction
  • Home
  • Ahmedabad
  • અમદાવાદીઓ માટે આવી ગયા ખરાબ સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી

અમદાવાદીઓ માટે આવી ગયા ખરાબ સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી

 | 3:30 pm IST

અમદાવાદીઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદીઓ માટે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી 42 ડિગ્રી તાપમાનમાં ગરમીથી શેકાવા માટે તૈયાર રહેજો.

દરિયામાં તેજ પવન ફૂંકાતાની સાથે જ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભર માટે આ આગાહી કરી છે. સાથે માછીમારોને પણ 26થી 28 સુધી દરિયો ના ખેડવા માટે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે અમદાવાદીઓ માટે આગાહી કરી છે કે, પવનોની ગતિ તેજ હોવાના કારણે આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના દરિયા કિનારામાં તેજ પવનથી પવનો ફૂંકાશે. દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

જેથી આગામી 26, 27, 28 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. સાથે આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ 42 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ બરાબરનું શેકાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન