Bad News For India Before Donald Trump's India Visit
  • Home
  • Featured
  • ટ્રમ્પનાં ભારત પ્રવાસની વચ્ચે ખરાબ સમાચાર, અમેરિકાની આ ‘ડીલ’ ભારતને ભારે પડશે

ટ્રમ્પનાં ભારત પ્રવાસની વચ્ચે ખરાબ સમાચાર, અમેરિકાની આ ‘ડીલ’ ભારતને ભારે પડશે

 | 6:48 pm IST

અમેરિકાનાં એક ડિપ્લોમેટિક રિપોર્ટથી જાણવા મળે છે કે 1999ની ગરમીઓમાં અમેરિકાનાં એક ડિપ્લોમેટે રાવલપિંડીનાં એક સેફ હાઉસમાં અફઘાનિસ્તાનમાં જેહાદીઓનાં ચીફની સાથે મુલાકાત કરી હતી. તાલિબાનનાં મંત્રી રહેલા સિરાજુદ્દીન હક્કાનીએ તે ડિપ્લોમેટની તરફ જોતા કહ્યું હતુ કે, મને ખુશી થઈ રહી છે કે દેશનાં નાગરિક મારી સામે બેઠા છે, જેમણે મારા બેજ, આપણી મદરેસાઓ અને લગભગ 25 મુઝાહિદ્દીનોને મારી નાંખ્યા. હક્કાનીનો આસિસ્ટન્ટ તેને દયાથી જોઇ રહ્યો હતો.

આના એક વર્ષની અંદર અલ કાયદા કેન્યા અને તંજાનિયાનાં અમેરિકી દૂતાવાસો પર હમુલો કરીને 200 લોકોને મારી નાંખે છે. આના જવાબમાં પૂર્વ અફઘાનિસ્તાનનાં જેહાદી કેમ્પો પર અમેરિકા મિસાઇલ હુમલો કરે છે. તે ડેપ્લોમેટ ચેતવણી જાહેર કરે છે કે આ પ્રકારનાં હુમલા હજુ વધારે થશે, જ્યાર સુધી તાલિબાન, અલ કાયદાનાં ચીફ ઓસામા બિન લાદેન સાથે સંબંધ ખત્મ નથી કરતુ. ઇસ્લામાબાદમાં અમેરિકી રાજદૂત ઉત્સાહિત થઇને જણાવે છે કે તેમના દેશમાં હિંસાનાં ખતરાનો અંદાજો લગાવતા તાલિબાનને અલગ પાડવાનો પ્રયત્ન તાલિબાનને ઇજા પહોંચાડી રહ્યું છે.

ટ્રમ્પની તાલિબાન સાથે ડીલ

આ વાતને અનેક વર્ષો વીતી ગયા. હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. સ્થિતિ એવી બની છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પ્રવાસ પર આવવા પહેલા તાલિબાનની સાથે ડીલ કરે છે. આ ડીલમાં હિંસાનો રસ્તો છોડવાની વાત કરવામાં આવી છે. આની પહેલી કડીમાં અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા લાવવાનો રસ્તો તૈયાર કરશે. ટ્રમ્પનાં ભારત પ્રવાસની જોરદાર તૈયારીઓની વચ્ચે આ ખરાબ સમાચાર છે. તાલિબાનનો ઉભરવાનો મતલબ છે કાશ્મીરનાં જેહાદી તત્વોનું શક્તિશાળી થવું. ફક્ત કાશ્મીર જ નહીં, આ સંપૂર્ણ વિસ્તારમાં જેહાદી શક્તિશાળી થશે.

દિલ્હીની પાસે ઘણા સિમિત ઉપાય

જે પ્રકારે 1989માં અફઘાન મુજાહિદ્દિનોએ સોવિયત યુનિયનને હરાવ્યું હતુ. દિલ્હીની પાસે ઘણા સિમિત ઉપાય છે. તે ફક્ત આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયારી કરી શકે છે. કાબુલમાં જે થઈ રહ્યું છે તેને પહોંચી વળવા માટે ભારત પાસે ના સૈન્ય ઉપાય છે અને ના આને ડિપ્લોમેટિક રીતથી પહોંચી વળી શકાય છે. અલ્તાફ ખાન નામનો એક જેહાદી, જે નેતા બની ગયો છે જેને આજમ ઇંકલાબીનાં નામથી ઓળખવામાં આવે છે તે કહે છે કે, “એક નાનકડા દેશની વસ્તીએ, કેટલાક સિમિત સંશાધનો અને હથિયારોનાં જોરે સોવિયત યૂનિયનને હરાવીને તેના ટૂકડા કરી દે છે. આનાથી અમને પ્રેરણા મળે છે. જો તેઓ પૂર્વમાં આવુ કરી શકે છે તો અમે પણ કાશ્મીરમાં મોટી લડાઈ લડી શકીએ છીએ.”

આ વિડીયો પણ જુઓ: ટ્રમ્પની મુલાકાતને લઈ વડોદરાના ઉદ્યોગપતિઓ ઉત્સાહિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન