Bad news for teachers of Gujarat No change will be made if the seniority
  • Home
  • Featured
  • ગુજરાતના શિક્ષકો માટે આવ્યા માઠા સમાચાર, હવે બદલી કરાવવી હશે તો સિનિયોરિટીથી નહીં પણ…!!!

ગુજરાતના શિક્ષકો માટે આવ્યા માઠા સમાચાર, હવે બદલી કરાવવી હશે તો સિનિયોરિટીથી નહીં પણ…!!!

 | 9:18 am IST

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની આંતરિક બદલી અને જિલ્લાફેરની બદલીના નિયમો ઘડવાની નવી ફોર્મ્યુલા પ્રમાણે ઠરાવ કરવામાં આવશે તો અત્યાર સુધી જે શિક્ષકોને બદલીમાં અગ્રમતા મળતી હતી તેવા વાલ્મીકિ, વિકલાંગ, દંપતી કિસ્સામાં તથા વિધવા શિક્ષકોને ભારે અન્યાય થશે.

કારણ કે, નવા નિયમો પ્રમાણે માત્ર નોકરીની સિનિયોરિટી નહિ પણ મનસ્વી ગુણાંકન પદ્ધતિ મુજબ બદલીની પાત્રતા ગણવામાં આવશે. જેથી આ જોગવાઈના લીધે ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી દેશે તેવું અવલોકન નિષ્ણાતો કરી રહ્યાં છે.

આ નિયમોની સત્તાવાર જાહેરાત થાય તે પૂર્વે જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકાર પણ ચોંકી ઉઠી છે. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થઈ શક્યો નહોતો. હાલમાં શિક્ષકોની જિલ્લામાં આંતરિક બદલી માટે નોકરીના ત્રણ વર્ષનો અનુભવ અને જિલ્લાફેર માટે પાંચ વર્ષનો અનુભવ ગણવામાં આવે છે ત્યારે નવી જોગવાઈ પ્રમાણે આંતરિક બદલીમાં પાંચ વર્ષ અને જિલ્લાફેરમાં આઠ વર્ષના અનુભવની જોગવાઈ કરી છે.

જોકે હાલમાં બદલી કેમ્પ થાય ત્યારે શિક્ષકનો બહોળો અનુભવ હોય તો પણ તેની સામે વાલ્મીકિ, વિધવા કે દંપતી શિક્ષક હોય તો તેને અગ્રતા આપવામાં આવે છે. પરંતુ નવા નિયમો પ્રમાણે, માત્ર નોકરીની સિનિયોરિટી નહિ પણ ગુણાંકન પદ્ધતિ મુજબ પ્રાપ્ત ગુણ અનુસાર બદલીની પાત્રતા ગણવામાં આવશે.

મહત્ત્વનું છે કે, વિધવા, દિવ્યાંગ, વાલ્મીકિ, શિક્ષક દંપતી, અસાધ્ય રોગ, સરકારી કર્મચારી દંપતી, અનુદાનિત સંસ્થા દંપતીને ૫ ગુણથી લઈને 10 ગુણ આપવા સુધીની જોગવાઈ કરી છે. પરંતુ આ ગુણાંકનની પદ્ધતિમાં જે શિક્ષકોને વિવિધ એવોર્ડ, સન્મામપત્ર વગેરે મળ્યાં હશે તેઓને પણ ગુણ આપવામાં આવશે.

જેથી સીધી અગ્રિમતા જે શિક્ષકોને મળતી હતી તે હવે નહીં મળે. જ્યારે એવોર્ડ અને સન્માનપત્ર અંગે નિષ્ણાતો કહે છે કે, તેમાં લાગતા-વળગતા પોતાના મળતિયા શિક્ષકો ગોઠવણોનો દોર ચલાવશે. બીજું કે જે શિક્ષકે ગુણ ખૂટતા હશે તેવા શિક્ષકો આ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા માટે હવાતિયા મારશે અને છેલ્લે ભ્રષ્ટાચારનું એક પ્લેટફોર્મ ઊભું થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે.

જુઓ: મહિસાગરના કડાણા ડેમમાંથી છોડાયુ 17 હજાર ક્યુસેક પાણી

ગુણાંકનની પદ્ધતિમાં મનસ્વીપણાની સંપૂર્ણ જોગવાઈ
– બદલીની માગણીના છેલ્લા 3 વર્ષમાં કૃતિ રજૂ કરવા બાબતે ય્ઝ્રઈઇ્નું પ્રમાણપત્ર મળ્યું હોય તો વધુમાં વધુ 5 ગુણ
– ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એક્રેડીએશન સોસાયટીનું પ્રમાણપત્ર મળ્યું હોય તો વધુમાં વધુ 3 ગુણ
– તાલુકા, જિલ્લા કે રાજ્યકક્ષાનું શિક્ષક પારિતોષિક પ્રમાણપત્ર મેળવ્યું હોય તો વધુમાં વધુ 4 ગુણ
– જીસીઈઆરટીની વિષયવસ્તુ આધારિત સ્વૈચ્છિક પરીક્ષામાં સારો ગ્રેડ મળ્યો હોય તો વધુમાં વધુ 3 ગુણ
– તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું પ્રમાણપત્ર હોય તો 2 ગુણ

જુઓ: રાજકોટમાં ન્યારી ડેમમાં નવા નીરના વધામણાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન