Bad news for the people of hold a party on December 31 in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં 31 ડિસેમ્બરની પાર્ટી યોજવા થનગની રહેલાઓ માટે માઠા સમાચાર

અમદાવાદમાં 31 ડિસેમ્બરની પાર્ટી યોજવા થનગની રહેલાઓ માટે માઠા સમાચાર

 | 9:34 am IST
  • Share

શહેરમાં કોરોના માહારીના (Corona Virus) સંખ્યાબંધ કેસો (Corona Case) વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનરે (Ahmedanad Police Commissioner) નવા વર્ષની ઉજવણી (New Year Celebration)ને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે શહેરના કોઈ પણ હોટેલ કે પાર્ટી પ્લોટમાં થર્ટી ફર્સ્ટ (Thirty First Party) ની પાર્ટી ના યોજવાની સૂચના આપી હતી. ગુજકોટ (Gujcot) માં રહેલી ખામીને લઈને તેમણે વિગતે વાત કરી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Sanjay Srivastava) પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમવાર પાલડી (Paladi) ટાગોર હોલ (Tagor Hall) ખાતે ક્રાઇમ કોંફરન્સ (Crime Conference )યોજી હતી. જેમાં શ્રીવાસ્તવે કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ (Corona Infection) વધે નહીં તે માટે અમદાવાદ શહેર (Ahmedabad City)માં એક પણ પાર્ટી પ્લોટ (Party Plot) કે હોટલ (Hotel) ને 31 ડિસેમ્બરની પરમીશન આપવા નહીં આવે. જેથી એક પણ પાર્ટી યોજવામાં આવશે નહીં.

આ ઉપરાંત ગુજકોપ પ્રોજેક્ટમાં હજી ઘણી બધી ખામીઓ છે તે દૂર કરીને 90 ટકાથી વધુ આ પ્રોજેક્ટને સફળ બનાવવાનો આદેશ પોલીસ કમિશનરે કર્યો હતો. તેમ જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેમાં આરોપીને પાસા સહિત કડક કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું. બીજી બાજુ અનડિટેક કેસો ઉકેલવા માટે પણ પોલીસ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

પોલીસને લોકો સાથે વર્તન સારું રાખવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ સિનિયર સીટીઝનને બનતી મદદ કરવા અને શી ટીમ કામગીરી લઈ ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેશનની ચૂંટણીઓ સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.

શ્રીવાસ્તવે કહ્યું હતું કે, રાતનો કરફ્યુ ચાલુ હોવાના કારણે આ વખતે 31 ઉજવણી નહીં થઇ શકે. શહેરની કોઈ જ હોટલ કે પાર્ટી પ્લોટને પાર્ટીની મંજુરી આપવામાં આવશે નહીં. અમદાવાદમાં આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા આગામી નિણર્ય નહીં લેવાય ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહશે. 14મી જાન્યુઆરી એટેલે કે ઉત્તરાયણને લઈને સરકાર નિણર્ય લેશે ત્યાર બાદ જ કોઈ જાણકારી આપવામાં આવાશે. ગુના અને અટકાયતી પગલાં લેશે તે બાબતે સૂચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ બાદ શહેરમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જે સવારથી શરૂ થઈ મોડી સાંજે પૂર્ણ થઈ હતી. જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી, ડીસીપી અને જેસીપી સહિત અલગ અલગ એજન્સી અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન