રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બદનક્ષીની ફરીયાદ થઈ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બદનક્ષીની ફરીયાદ થઈ

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બદનક્ષીની ફરીયાદ થઈ

 | 7:31 pm IST

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા નિરજકુમાર બડગુજરે ડીસા કોર્ટમાં બદનક્ષીની ફરીયાદ નોંધાવી છે. ડીસાન આસેડા ખાતે ચૂંટણીની જાહેરસભામાં અલ્પેશ ઠાકોરે કરેલા વિવાદાસ્પદ નિવેદન મામલે વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી. તેના અનુસંધાને બનાસકાંઠા એસ.પી.નિરજ બડગુજરે ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બદનક્ષીની ફરીયાદ કરતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સમયે ડીસા તાલુકાના આસેડા મુકામે જાહેર સભાને સંબોધવા આવેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બયાનબાજી કરી હતી અને તેમાં જિલ્લા પોલીસવડા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હોવા અંગેનો વિડીયો વાયરલ થયો હતો અને તેમાં જિલ્લા પોલીસવડાને ચુનૌતી આપવામાં આવી હતી કે 15 એપ્રિલે માં અંબાના દર્શન કરી વ્યસનમુક્તિ માટે દારૂના અડ્ડા બંધ કરાવવા તમારી વચ્ચે આવવાનો છું. ડીસાના આસેડા ખાતે અલ્પેશ ઠાકોરે એસ.પી.સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા તેના અનુસંધાને જે વિડીયો વાયરલ થયો હતો તેમાં જે વિવાદિત નિવેદન કરવામાં આવ્યુ હતુ તેના કારણે બનાસકાંઠા એસ.પી.નિરજ બડગુજરની બદનામી થાય તેવું નિવેદન હોવાનું માનવામા આવી રહ્યુ છે અને તેના અનુસંધાને બનાસકાંઠા એસ.પીએ ડીસા કોર્ટમાં રાધનપુરના ધારાસભ્ય સામે બદનક્ષીની ફરીયાદ કરી છે.

એસ.પી.એ ધારાસભ્ય સામે ફરીયાદ કરી હોય તેવી પ્રથમ ઘટના
બનાસકાંઠા એસ.પી નિરજકુમાર બડગુજરે હિંમત દાખવીને ગુજરાત રાજ્યમાં દાખલો બેસાડયો છે અને કોઈ ધારાસભ્ય સામે ડી.એસ.પી.એ સીધી ફરીયાદ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે ત્યારે તેમાં હવે અલ્પેશ ઠાકોર સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યુ.