સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતના નિવેદન પર રાજકીય ઘમાસાણ - Sandesh
  • Home
  • India
  • સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતના નિવેદન પર રાજકીય ઘમાસાણ

સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતના નિવેદન પર રાજકીય ઘમાસાણ

 | 12:02 pm IST

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે અસામમાં બાંગ્લાદેશી ઘુષણખોરી અને બદરોદ્દીન અજમલની પાર્ટી એઆઈયૂડેએફના થઈ રહેલા ફેલાવા પર આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. MIMIMઆ ચીફ અસદુદ્દીન ઓવૈશીથી લઈને બદરૂદ્દીને આર્મી ચીફને નિશાને લીધા છે. સેના આર્મી ચીફના બચાવમાં ઉતરી હતી અને કહ્યું હતું કે તેમણે કોઈ જ રાજકિય કે ધાર્મિક વાત નથી કરી.

સેનાએ કહ્યું હતું કે, આર્મી ચીફનું નિવેદન કોઈ રાજકીય કે ધાર્મિક ટિપ્પણી નથી. ડીઆરડીઓ ભવનમાં નોર્થ-ઈસ્ટ પર આયોજીત સેમિનારમાં સેના પ્રમુખે માત્ર વિકાસ અને એકીકરણની વાત કરી હતી.

બદરૂદ્દીનનો પલટવાર

ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના અધ્યક્ષ એમ. બદરૂદ્દીન અજમલે આર્મી ચીફ પર નિશાન સાધ્યું હતું. અજમલે કહ્યું હતું કે, જનરલ બિપિન રાવતે એક રાજકીય નિવેદન આપ્યું છે, જે આશ્ચર્યજનક છે. આર્મી ચીફ માટે એ ચિંતાની વાત કેમ છે કે લોકતંત્ર અને ધર્મનિરપેક્ષ મૂલ્યોના વિચારધારા વાળી કોઈ રાજકીય પાર્ટી ભાજપથી ઝડપી આગળ કેમ વધી રહી છે? મોટા રાજકીય પક્ષોના કુશાસનના કારણે એઆઈયૂડીએફ અને આમ આદમી પાર્ટી જેવી પાર્ટીઓ આગળ વધી રહી છે. શું આ પ્રકારના નિવેદન આપી આર્મી ચીફ રાજનીતિમાં દરમિયાનગીરી નથી કરી રહ્યાં? તેમના માટે આમ કરવું બંધારણની વિરૂદ્ધ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આ બાબત પર ધ્યાન આપે.

તે ઉપરાંત એઆઈયૂડીએફના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે આર્મી ચીફના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એઆઈયૂડીએફ પછાત લોકો માટે કામ કરી રહેવે છે. તેથી અમારી લોકપ્રિયતા ભાજપ કરતા ઘણી ઝડપથી વધી રહી છે. અમને આશા છે કે અસમના લોકો જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને અમારી પાર્ટીને સ્વિકારશે અને ટૂંક સમયમાં જ અમારી પાર્ટી સત્તામાં આરૂઢ થશે.

ઉલ્લેખનીય છે કે અસમમાં બદરૂદ્દીન અજમલના નેતૃત્વ એઆઈયૂડીએફ મુસલમાનોનો મુદ્દો ઉઠાવતી રહી છે, જેને બાંગ્લાદેશથી આવેલા લોકો માટેની માનવામાં આવે છે. અસમમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઘુષણખોરી એક મોટો મુદ્દો છે અને રાજ્ય સરકાર રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લોકોની ભાળ મેળવવા હવે રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર લાવી રહી છે.

સીપીએમની નેતા વૃંદા કરાતે પણ આ મામલે પોતાની પ્રત્તિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. સેના પ્રમુખ જનરલ બિપિન રાવત રાજનીતિકરણનો પ્રયાસ કરી રહ્યાં છે.

કોંગ્રેસ અને ભાજપે સેના વડાના નિવેદન અંગે સમાન પ્રતિભાવ આપ્યા છે. કોંગ્રેસના નેતા અખિલેશ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે સેના વડાએ આ પ્રકારની નિવેદનથી દૂર રહેવાની જરૂર હતી. જોકે સમસ્યાઓ અંગે રાજકારણ હોઈ શકે નહીં. ઓવૈસીને પરાણે નિવેદન જારી કરવાની ટેવ છે. તેઓ અર્થહીન નિવેદનો જારી કરે છે. સેના પર નિવેદનબાજી થવી જોઈએ નહીં.

બીજીબાજુ ભાજપે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતાના મત પ્રગટ કરે તેમાં ખોટું શું છે ? ભાજપના નેતા સુબ્રમણ્ય સ્વામીએ જણાવ્યું હતું કે સેના વડાએ સમસ્યાની માહિતી આપી છે અને તેની પર વિવાદ થવો જોઈએ નહીં.

શું કહ્યું હતું સેના પ્રમુખ રાવતે

અસમના અનેક જીલ્લાઓમાં મુસ્લિમ જનસંખ્યામાં વૃદ્ધિના અહેવાલોનો હવાલો આપતા સેના પ્રમુખે બદરૂદ્દીન અજમલની એઆઈયૂડીએફની પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં આ પાર્ટીનો વિકાસ 1980ના દાયકામાં બનેલી ભાજપ કરતા પણ વધારે ઝડપથી થઈ રહ્યો છે. જનરલ રાવતે પૂર્વોત્તરમાં બાંગ્લાદેશી ઘુષણખોરીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આપણા પશ્ચિમી પાડોશીના કારણે યોજનાબદ્ધ રીતે આ ઘુષણખોરી થઈ રહી છે. તે હંમેશા પરોક્ષ યુદ્ધ મારફતે આ વિસ્તાર પર કબજો કરવાનો પ્રયાસ કરશે.

જનરલ રાવતે કહ્યું હતું કે, મારૂ માનવું છે કે આપણા પશ્ચિમી પાડોશી આ કેત્રને સમસ્યાગ્રસ્ત બનાવી રાખવા માટે આપણા ઉત્તરી પાડૉશી (ચીન)ની મદદથી ખુબ સારી રીતે પરોક્ષ યુદ્ધ ખેલે છે. હજી વધારે ઘુષણખોરો નજરે પડશે. સમસ્યાને ઓળખી કાઢીને અને સમગ્ર દ્રષ્ટિ પર ધ્યાન આપી તેને ચિન્હિત કરવામાં જ નિરાકરણ રહેલું છે.

સેના પ્રમુખે 1984માં ભાજપની માત્ર બે બેઠકોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એઆઈયૂડીએફ નામની એક પાર્ટી છે. જો તેના પર નજર કરવામાં આવે તો જણાશે કે ભાજપનો વિકાસ થવામાં અહીં વર્ષો લાગી ગયાં જ્યારે એઆઈયૂડીએફ ખુબ જ ઓછા સમયમાં ઉભરી છે. એઆઈયૂડીએફ અસમમાં ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ પાર્ટી મુસલામાનોના સમર્થકના રૂપમાં 2005માં બનાવવામાં આવી હતી અને લોકસભામાં તેના ત્રણ સભ્યો છે અને અસમ વિધાનસભામાં 13 ધારાસભ્યો છે.