બાદશાહના આ નવા સોન્ગ પર છોકરાઓએ મચાવી ધૂમ, Viral Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાદશાહના આ નવા સોન્ગ પર છોકરાઓએ મચાવી ધૂમ, Viral Video

બાદશાહના આ નવા સોન્ગ પર છોકરાઓએ મચાવી ધૂમ, Viral Video

 | 5:17 pm IST

બોલિવુડના રેપિંગ સ્ટાર બાદશાહનું નવું સોન્ગ ‘તેરે નાલ નચના..’ રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. ડાન્સિંગ સ્ટાર રાઘવ જુયાલ, પુનીત અને ધર્મેશની આવનારી ફિલ્મ ‘નવાબજાદે’નું સોન્ગ ખૂબ પોપ્યુલર થઇ રહ્યું છે.

આ સોન્ગમાં સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પણ ડાન્સ ફ્લોર પર ઠુમકા મારતી જોવા મળે છે. હાલમાં આ સોન્ગ છોકરાઓમાં પણ ખૂબ મશહૂર થઇ ગયું છે. બાદશાહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં નાની છોકરીઓ આ સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળે છે.

બાદશાહનું આ સોન્ગ 4 જુલાઈએ ટી-સીરીઝે યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું અને હાલમાં 4 કરોડ એટલે કે 40 મિલિયનથી વધુ વખત આ વિડીયોને જોવાઈ ચુક્યું છે. બાદશાહના દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં છોકરાઓ જોરદાર ડાન્સ સ્ટેપ્સ કરે છે, જેવું ઓરીજનલ સોન્ગમાં એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ કર્યો છે.