સુરતના વેપારીને સ્ટેશન પાસે જ્યુસ પીવાનું 2.20 લાખમાં પડયું - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતના વેપારીને સ્ટેશન પાસે જ્યુસ પીવાનું 2.20 લાખમાં પડયું

સુરતના વેપારીને સ્ટેશન પાસે જ્યુસ પીવાનું 2.20 લાખમાં પડયું

 | 8:09 pm IST

સુરતના મોટાવરાછામાં રહેતા સ્ટેશનરીના વેપારીને મિત્ર સાથે રેલવે સ્ટેશન ખાતે જ્યુસ પીવા જવાનું ભારે પડયું હતુ. દુકાનની બહાર કારમાં બેઠાં હતા ત્યારે ગઠિયા કારની બહાર કંઇક પડયું છે એમ કહીં નજરચૂકવી રોકડા રૃપિયા ૨.૨૦ લાખ અને અગત્યના ડોક્યુમેન્ટ્સ ભરેલી બેગ ચોરી નાસી છૂટયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મોટાવરાછામાં સુદામા ચોક ખાતે સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતા દિપક હિંમતભાઇ કસવાલા સ્ટેશનરીના વેપારી છે. ગત તા. 23મીના રોજ બપોરના સાડા બાર વાગ્યે તેઓ વેપારી મિત્ર ગૌરવભાઇ સાથે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી દુકાનમાં જ્યુસ પીવા ગયા હતા. દરમિયાન બિસ્મિલ્લાહ હોટલની બહાર કારમાં ગૌરવભાઇ બેઠાં હતા ત્યારે એક અજાણ્યા યુવકે કારનો કાચ ઠોકી નીચે કંઇક વસ્તુ પડી છે એવો ઇશારો કર્યો હતો. જેથી ગૌરવભાઇ કારનો કાચ ખોલી નીચે જોતા હતા ત્યારે અન્ય યુવકે
કારમાં ડ્રાઇવર સીટના પાછળના ભાગે આવેલો દરજ્જો ખોલી સીટ પર મુકેલી બ્રાઉન કલરની ચામડાની બેગ તફડાવી લીધી હતી અને બાદમાં તેઓ નાસી ગયા હતા. બેગમાં રોકડા રૃપિયા 2.20 લાખ, પાનકાર્ડ, આધારકાર્ડ, બેંકની ચેકબુક, સ્લીપ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના અગ્યના ડોક્યુમેન્ટ્સ હતા. બનાવ અંગે દિપક કસવાલાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બે અજાણ્યાઓ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.