બગલામુખી મંત્ર હોય છે શક્તિશાળી, આ રીતે કરે છે મનોકામના પૂર્ણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • બગલામુખી મંત્ર હોય છે શક્તિશાળી, આ રીતે કરે છે મનોકામના પૂર્ણ

બગલામુખી મંત્ર હોય છે શક્તિશાળી, આ રીતે કરે છે મનોકામના પૂર્ણ

 | 5:10 pm IST
  • Share

પ્રાચીન તંત્ર ગ્રંથોમાં દસ મહાવિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કાલી, તારા, ષૌડષી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી, કમલાનો સમાવેશ થાય છે. આ દસમાંથી બગલામુખીનું મહત્વ સૌથી વધારે છે. બગલામુખી મંત્ર ચમત્કારી ફળ આપે છે અને ઉન્નતિના માર્ગ ખોલી દે છે. આ મંત્રમાં એટલી ક્ષમતા હોય છે કે તે જીવનના ભયંકર સંકટને પણ દૂર કરી દે છે.

મંત્ર
ॐ ह्रीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्ववां कीलय बुद्धि विनाशय ह्रीं ओम् स्वाहा। 

આ એક મંત્રમાં અદ્ભુત પ્રભાવ છે. તેને સિદ્ધ કરી નિયમિત રીતે જાપ કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. આ મંત્રને સિદ્ધ કરવા 1 લાખ જાપ કરવા પડે છે. ત્યારપછી નિયમિત રીતે આ મંત્રની એક માળા કરી શકાય છે.

મંત્ર જાપના દિવસે આ નિયમોનું કરવું પાલન
– બ્રહ્મચર્યનું પાલન કરવું.
– પીળા કપડાં પહેરવા.
– દિવસમાં એક જ વખત ભોજન કરવું.
– મંત્ર જાપ રાત્રે 10થી 4 વાગ્યા સુધીમાં જ કરવા.
– દીવાની વાટ હળદરવાળી કરી અને પ્રગટાવવી.
– મંત્ર જાપ મંદિરમાં એકલા બેસીને જ કરવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન