bahrain gp f1 driver romain grosjean escapes from burning car
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ખતરનાક રેસમાં કારનો ભયંકર અકસ્માત-બે કટકા થઈને આગ લાગી, વીડિયો જોઈ શ્વાસ થંભી જશે!

ખતરનાક રેસમાં કારનો ભયંકર અકસ્માત-બે કટકા થઈને આગ લાગી, વીડિયો જોઈ શ્વાસ થંભી જશે!

 | 4:30 pm IST
  • Share

બહરીન જી.પી. (Bahrain GP)માં એક એવો અકસ્માત થયો કે જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. રવિવારે સાખીરના આંતરરાષ્ટ્રીય સર્કિટ પર એક મોટો અકસ્માત થયો હતો. પૂર ઝડપે કાર બેરિયર સાથે ટકરાઈ હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં કારના બે ટુકડા થઈ ગયા હતા. પરંતુ સદનસીબે ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક સમાચાર મુજબ, હાસ ટીમના ડ્રાઈવર રોમેન ગ્રોસિયનની કાર શરૂઆતના લૈપમાં બેરિયર સાથે ટકરાઈ હતી. ત્યારબાદ અકસ્માતમાં કારના બે ટુકડા થઈ ગયા હતા અને આગ લાગી હતી.

અકસ્માત બાદ સેફ્ટી સિસ્ટમ અને ફાયર સેફ્ટી કર્મચારીઓએ તુરંત કાર્યવાહી કરી રોમેનને બહાર કાઢ્યો હતો. જો કે, અકસ્માતમાં તેના હાથ સળગી ગયા હતા. તેમને તાત્કાલિક બહરીનની ડિફેન્સ ફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ રેસ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. તો જુઓ અહીં આ ખતરનાક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન