'બાહુબલી-2'નાં ટ્રેલરે રચ્યો ઇતિહાસ, ડાયરેક્ટરે કર્યુ ટ્વિટ - Sandesh
NIFTY 10,555.20 +29.00  |  SENSEX 34,392.96 +61.28  |  USD 65.7525 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘બાહુબલી-2’નાં ટ્રેલરે રચ્યો ઇતિહાસ, ડાયરેક્ટરે કર્યુ ટ્વિટ

‘બાહુબલી-2’નાં ટ્રેલરે રચ્યો ઇતિહાસ, ડાયરેક્ટરે કર્યુ ટ્વિટ

 | 12:03 pm IST

વર્ષ 2015ની સુપરહીટ ફિલ્મ ‘બાહુબલી’નાં સિક્વલ ‘બાહુબલી-2’ની સૌકોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ગુરૂવારનાં રોજ યૂ ટ્યૂબ પર ધર્મા પ્રોડક્શને પોતાની અપકમિંગ ફિલ્મ ‘બાહુબલી-2’નું ટ્રેલર લોન્ચ કરી દીધુ છે. લોંચિગનાં 24 કલાકમાં જ વ્યૂનાં મામલામાં ફિલ્મનાં ટ્રેલરે ઇતિહાસ રચી દીધો છે. અભિનેતા પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબાતી સ્ટારર આ ફિલ્મનાં મેકર્સે ફિલ્મનાં ટ્રેલરનાં રિલીઝને લઇ એક ખાસ પ્લાનિંગ અને રણનીતિ બનાવી હતી.

બાહુબલી-2’નાં ટ્રેલરનાં લોંચિગનાં 24 કલાકમાં જ ફિલ્મનાં હિંદી ટ્રેલરને એક કરોડથી પણ વધારે લોકોએ જોઇ લીધુ છે. જ્યારે તેલુગૂ પ્રોમોને અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. ડાયરેક્ટર એસએસ રાજમૌલીનું માનિએ તો બધી જ ભાષાનાં ટ્રેલરને જોડીએ તો લગભગ 50 મિલિયન (5 કરોડ) લોકોએ બાહુબલીનાં ટ્રેલરને જોઇ લીધુ છે. તમને જણાવી દઇએ કે, ટ્રેલરને 4 ભાષામાં રિલીજ કરવામાં આવ્યુ છે.

‘બાહુબલી: ધ કન્ક્લુજન’નું ટ્રેલર 2 મિનિટ 24 સેકન્ડનું છે. ટ્રેલર ખુબ જ શાનદાર છે પરંતુ ટ્રેલરને જોઇ હજૂ પણ દર્શકોને એ સવાલનો જવાબ નથી મળી રહ્યો કે, કટપ્પાએ આખરે બાહુબલીને માર્યો કેમ? ટ્રેલરમાં ખુબ જ સરસ લોકેશન, યુદ્ધ સીન્સ અને શાનદાર વિજ્યુઅલ ઇફેક્ટને બતાવવામાં આવ્યા છે. ડાયરેક્ટર એસએસ રાજમૌલી આ ફિલ્મને UA સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. ફિલ્મ 28 એપ્રિલનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.