બાહુબલીની એક્ટ્રેસે એવો ડાન્સ કર્યો કે, જોઈને ઉડી જશે તમારા હોંશ - Sandesh
  • Home
  • Videos
  • બાહુબલીની એક્ટ્રેસે એવો ડાન્સ કર્યો કે, જોઈને ઉડી જશે તમારા હોંશ

બાહુબલીની એક્ટ્રેસે એવો ડાન્સ કર્યો કે, જોઈને ઉડી જશે તમારા હોંશ

 | 2:34 pm IST

બાહુબલી 1 અને 2માં અવંતિકાનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તમન્ના ભાટિયા આ વીડિયોમાં પોતાની ડાન્સ સ્કીલ્સ બતાવતી નજરે આવી રહી છે. તે વિદેશી ધૂન પર થરકતી દેખાઈ રહી છે. તમન્નાએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેમા તે ડીજે સ્નેકનું ગીત મજેંન્ટા રિદિમ પર ડાન્સ કરી રહી છે. તમન્નાની ડાન્સ મૂવ્ઝ લોકોને બહુ જ પસંદ આવી હતી.

ડીજે સ્નેકે આ વીડિયો માટે કહ્યું કે, મને ભારતમાં શુટિંગ કરવાની મજા આવી, ભારતીય સંસ્કૃતિનો અનુભવ પણ કર્યો. મને ભારત હંમેશા પસંદ આવે છે. બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટિયાને મજેન્ટા રિદિમની ધૂન પર દેશી અંદાજમાં ડાન્સ કરતું જોવુ બહુ જ મજેદાર લાગ્યું. ભારતીય સંસ્કૃતિના અનેક રૂપ જોઈને મને બહુ જ ખુશી મળી.