Bahubali fame actor Rana Daggubati right eye defective
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ દિગ્ગજ અભિનેતાએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો,”મને એક આંખે દેખાતુ જ નથી”

આ દિગ્ગજ અભિનેતાએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો,”મને એક આંખે દેખાતુ જ નથી”

 | 7:14 pm IST

હાલમાં બાહુબલીના ભલ્લાલદેવ એટલે કે એક્ટર રાણા દગ્ગુબાતી, મિહિકા બજાજ સાથે સગાઇને લઇ જોરદાર ચર્ચામાં છે. તેમણે 21 મેના રોજ પોતાની મંગેતર સાથે ખુબ જ સુંદર તસવીરો શેર કરી સગાઇની ઘોષણા કરી. ત્યાં જ તેના પછી ફેન્સથી લઇ સેલિબ્રિટી સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ રાણાનું એક ઇન્ટરવ્યૂ તાબડતોડ વાયરલ થઇ રહ્યું છે. જેમા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે આ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે એક આંખે જોઇ શક્તો ન હતો. પોતાના વિશે આ ખુલાસો કરતા તે ખુબ જ ભાવુક નજર આવ્યો હતો.

આ ખુલાસો ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવી લોકોના દીલ પર રાજ કરનારા રાણા દગ્ગુબાતીએ એક ચેનલમાં દર્શકોની વચ્ચે કર્યો હતો. તેની આ વાત સાંભળી કાર્યક્રમમાં હાજર તમામ લોકો પણ ભાવુક થઇ ગયા હતા. આ કાર્યક્રમમાં રાણા દગ્ગુબાતીએ આ ખુલાસો કાર્યક્રમમાં હાજર લોક અને પોતાના પેન્સનું મનોબળ વધારવા માટે કર્યો હતો. તેણે જણાવ્યું કે, તમારી કોઇ પણ કમીને તમારા સપના પર હાવી ન થવા દો. તમે આ વીડિયો અહિં જોઇ શકો છો આ વીડિયો વાયુવેગે સોશિયલમ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ કાર્યક્રમ તેલૂગુ ભાષામાં છે.

રાણાએ એવું કહીને સૌ કોઇને ચોંકાવી દીધા હતા કે,’તમને એક વાત જણાવું? મને મારી સીધી આંખથી જરા પણ દેખાતુ નથી. મને મારી એક આંખથી જ દેખાય છે.’ આ સાંભળી શોની એંકરથી લઇ ત્યાં બેસેલ ઓડિયન્સ સુધી તમામ લોકો અવાક રહી ગયા હતા. રાણાએ આ મુ્શ્કેલી હોવા છતા આ મુકામ હાંસલ કર્યું છે. તમામ લોકોએ રાણાના હિમ્મતને સલામ કર્યું. મીડિયા રિપોર્ટ અનુસાર રાણાને આ તકલિફ બાળપણથી જ હતી. તેમને સીધી આંખથી દેખાતુ નથી.

પોતાનું ઉદાહરણ આપતા રાણાએ આ વાત તેલુગુ શોના પ્રતિસ્પર્ધીથી કહી હતી. જે જોવામાં અસમર્થ હતો. જો તે પોતાની ડાબી આંખ બંધ કરે તો તેને કંઇજ દેખાતુ ન હતું. તેને જમણી આંખ કોઇએ તેના મૃત્યુ બાદ ડોનેટ કરી હતી. રાણાએ તે સ્પર્ધકને મહેનત કરવા કહ્યું હતું.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં વેન્ટિલેટરની મોટાપાયે અછત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન