Bahubali Fame Rana Daggubati spot at Airport, Body Transformation
  • Home
  • Featured
  • ‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીનું બોડી ટ્રાન્સફોર્મેશન, ઓળખવા છે મુશ્કેલ

‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીનું બોડી ટ્રાન્સફોર્મેશન, ઓળખવા છે મુશ્કેલ

 | 11:52 pm IST

રાણા દગ્ગુબાતીએ ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2 ફિલ્મ માટે જબરદસ્ત બોડી બનાવી હતી. ફિલ્મમાં તેમને ભલ્લાલ દેવનો પાત્ર ભજવ્યો હતો. પરંતુ તેમનું હાલનું બોડી ટ્રાન્સફોર્મેશન જોઈ રાણા દગ્ગુબાતીને ઓળખવા મુશ્કેલ થઈ જશે. તાજેતરમાં દગ્ગુબાતીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. આ દમરિયાન તેઓ પહેલાની અપેક્ષા ઘણા પાતળા દેખાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ તેમને નવી ફિલ્મ માટે પોતાનું વજન ઘટાડ્યું છે.

રાણા દગ્ગુબાતી છેલ્લે એનટીઆરની બાયોપિકમાં નજરે આવ્યા હતા. જેમાં તેમને એનટી રામારાવનો પાત્ર ભજવ્યો હતો. જોકે આ ફિલ્મને દર્શકોનો કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો. મીડિયા રિપોર્ટ મુજબ હવે રાણા ફિલ્મ Virata Parvam 1992માં નજરે આવશે. આ ફિલ્મના તેમના અપોઝિટ એક્ટ્રેસ સાઇ પલ્લવી નજરે આવી શકે છે. સૂત્રો મુજબ આ ફિલ્મમાં પોતાના પાત્ર માટે દગ્ગુબાતીએ વજન ઘટાડ્યું છે. આ ફિલ્મને વેણુ દુગોલા ડાયરેક્ટ કરશે. એવી માહિતી છે કે આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે. જેમાં ઘણા એક્શન સીન પણ જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન