હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે બાહુબલિનો આ દિગ્ગજ એક્ટર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે બાહુબલિનો આ દિગ્ગજ એક્ટર

હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે બાહુબલિનો આ દિગ્ગજ એક્ટર

 | 5:10 pm IST

અભિનેતા રાણા દુગુબત્તી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક જાણીતું નામ બની ગયો છે. ફિલ્મ બાહુબલિ સિરીઝમાં ભલ્લાલદેવથી અભિનેતાને એક નવી ઓળખ મળી છે. બોલિવૂડમાં ફિલ્મ બેબી જેવી સુપરહિટ ફિલ્મમાં પણ અભિનેતા કામ કરી ચૂક્યો છે. રાણા દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડની ફિલ્મોના શૂટિંગોમાં વ્યસ્ત છે અને હવે ટૂંક સમયમાં તે હોલિવૂડ તરફ દોટ માંડી રહ્યો છે.

હાલ અભિનેતા પોતાની આગામી ફિલ્મ હાથી મેરે સાથીની શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં બની રહી છે. તામિલમાં ફિલ્મનું નામ કાદન રખાયું છે તો તામિલમાં ફિલ્મનું નામ અરણ્ય છે. આ ઉપરાંત રાણા હિન્દી મલ્ટિસ્ટારર ફિલ્મ હાઉસફૂલ ૪નો પણ ભાગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન