NIFTY 10,093.05 +87.00  |  SENSEX 32,158.66 +276.50  |  USD 64.0325 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘બાહુબલી’નો વિરોધ, 28 એપ્રિલે આ શહેરમાં અપાયુ બંધનું એલાન

‘બાહુબલી’નો વિરોધ, 28 એપ્રિલે આ શહેરમાં અપાયુ બંધનું એલાન

 | 8:06 am IST

બે વર્ષથી દર્શકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, હવે તે ફિલ્મ મુશ્કેલીમાં આવી ગઇ છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી: ધ કન્ક્લુજન’ની. ફિલ્મમાં કટપ્પાની ભૂમિકા ભજવી રહેલા સત્યરાજનાં એક વર્ષ જૂના નિવેદન પર વિવાદ શરૂ થઇ ગયો છે. જેના કારણે ફિલ્મનો કર્ણાટકામાં વિરોધ થઇ રહ્યો છે. પરંતું હવે આ ફિલ્મનાં ડાયરેક્ટરે પોતાની ફિલ્મને આ વિવાદથી અલગ કરી લીધી છે. એસએસ રાજામૌલીએ કહ્યું છે કે, સત્યરાજ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનું ફિલ્મ નિર્માતાઓ સાથે કોઇ લેન-દેન નથી.

પોતાના આધિકારીક ટ્વિટ પેજ પર નિર્દેશકે એક વીડિયો સંદેશમાં કહ્યુ,”હું અને નિર્માતા આ મામલામાં સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ. તેમના નિવેદને તમારામાંથી કેટલાકને આહત કર્યા હશે. પરંતુ તેમની ટિપ્પણી સાથે અમારે કોઇ લેવા-દેવા નથી. તે તેમનું વ્યક્તિગત નિવેદન છે.” તમને જણાવી દઇએ કે, સત્યરાજ દ્વારા એક કન્નડ સામાજીક કાર્યાકર્તા વિરૂદ્ધ કરનવામાં આવેલ કથિત અમાનજક નિવેદનનો વીડિયો વાઇરલ થયા બાદ આ વિવાદ શરૂ થયો છે. જેમા સત્યરાજે તમિલનાડુ અને કર્ણાટકા વચ્ચે કાવેરી નદી વિવાદ દરમિયાન કથિત રીતે કન્નડ વિરોધી નિવેદન આપ્યુ હતું.

ડાયરેક્ટર રાજામૌલીએ લોકોને એ વાત સમજાવવાની અપિલ કરી છે કે, તેમનું આ નિવેદન 9 વર્ષ જૂનુ છે અને આ પછી સત્યરાજની ઘણી ફિલ્મો રિલીઝ થઇ ચૂકી  છે. રાજામૌલીએે પોતાના સંદેશમાં કહ્યું,”જેવી રીતે તમે ‘બાહુબલી’નાં પ્રથમ ભાગને સ્વીકાર કર્યો અને તેની પ્રશંસા કરી, હું તમને અનુરોધ કરૂ છું કે ભાગ-2 ને પણ તમે એટલો જ પ્રેમ આપો.” રાજામૌલીએ વધુમાં જણાવ્યુ કે, “હું તમને અનુરોધ કરૂ છું કે, અમને આ મામલા સાથે ન જોડો. કારણ કે અમે આ મામલા સાથે ક્યાંય જોડાયેલા નથી. અમે ઇચ્છીએ છીએ કે, આપનો પ્રેમ સદા અમારી સાથે રહે.” હવે જોવાનું રહ્યુ કે, રાજામૌલીની આ અપિલની કન્નડ સંઘઠનો પર કેટલી અસર થાય છે. આ મામલામાં કન્નડ સંગઠનોએ 28 એપ્રિલનાં રોજ બેંગલુરૂ બંધનું એલાન પણ કર્યુ છે. ફિલ્મ ‘બાહુબલી: ધ કન્ક્લુજન’ 28 એપ્રિલનાં રોજ રિલીઝ થશે.